શહેરમાં બપોરે ગરમીમાં આંશિક વધારો: 39.8 ડીગ્રી

18 April 2021 07:15 AM
Rajkot
  • શહેરમાં બપોરે ગરમીમાં આંશિક વધારો: 39.8 ડીગ્રી

આજે સવારે પણ ભેજવાળા વાતાવરણ વચ્ચે ઠંડો પવન અનુભવાયો

રાજકોટ તા.17
રાજકોટ શહેરમાં આજે બપોરે પણ ગરમીમાં આંશિક વધારો નોંધાયો હતો. રાજકોટ હવામાન કચેરીના જણાવ્યા મુજબ આજે બપોરે 2-30 કલાકે શહેરનું તાપમાન 39.8 ડીગ્રી નોંધાયુ હતુ અને હવામા ભેજ 21 ટકા રહ્યો હતો. તેમજ પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિકલાક રહેતા નગરજનોએ ગરમ લૂનો અનુભવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બપોરે 2-30 કલાકે તાપમાન 39.8 ડીગ્રી સુધી પહોંચી જતા આજે મહતમ તાપમાન 41 ડીગ્રી આસપાસ નોંધાય તેવી પૂરી શકયતા છે. દરમ્યાન આજે સવારે 8-30 કલાકે તાપમાન 26.8 ડીગ્રી નોંધાયુ હતુ અને લઘુતમ તાપમાન 24.3 ડીગ્રી રહ્યુ હતુ તથા હવામા ભેજ 78 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 13 કિ.મી. રહેવા પામી હતી.


Related News

Loading...
Advertisement