નવા બે એ.સી. બગડી જતા ડાયકીન કંપની અને રિલાયન્સ મોલને લીગલ નોટીસ અપાઇ

18 April 2021 07:18 AM
Rajkot
  • નવા બે એ.સી. બગડી જતા ડાયકીન કંપની અને રિલાયન્સ મોલને લીગલ નોટીસ અપાઇ

રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરાયેલી કાર્યવાહી

રાજકોટ, તા. 17
રાજકોટના માતબર વેપારી વેલજી શંભુરામ એન્ડ કંપની, સંત કબીર રોડ દ્વારા ગત તા. રપ/3ના બે એરકંડીશન મશીન એક ટન કેપીસીટીના રૂા. 63000 ચુકવી ખરીદ કરવામાં આવેલ છે. બંને એરકંડીશન મશીનો ખરીદ કરનારને ત્યાં ચાલુ કરવામાં આવેલ હતા. નવા મશીનો ચાલુ થવાની સાથે બંને મશીનોમાં હેલીકોપ્ટર જેવો અવાજ આવતો હતો અને ઠંડક થતું નહીં જેથી ખરીદનાર તથા રીલાયન્સ મોલ તથા સર્વિસ સેન્ટરને ફરીયાદ કરવામાં આવેલ હતી. ડાયકીન કંપની દ્વારા બંને મશીનો સારી સ્થિતિમાં ચાલુ કરવાના પ્રયત્નો કરવામાં આવેલ હતા. આમ છતાં બંને મશીનોમાં ખામીઓ ચાલુ રહેલ હતી. ઉપરના સંજોગોમાં મશીન ખરીદ કરનાર દ્વારા ગ્રાહક સુરક્ષા પ્રવૃતિના આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત રીમતી રમાબેન માવાણીનો સંપર્ક કરેલ હતો. તેઓએ ગ્રાહકની ફરીયાદનો કાયદાકીય અભ્યાસ કરી જાપાનની ડાયકન એરકંડીશન કંપની તથા રીલાયન્સ મોલને લીગલ નોટીસ પાઠવી દિવસ-15માં મશીન બદલી આપવા અગર બંને મશીનની કિંમત રૂા. 63 000 તથા માનસીક ત્રાસ અને પરિતાપના રૂા. 35000 અને નોટીસ ખર્ચના રૂા.5000 ચુકવી આપવા જણાવેલ છે. આમ કરવામાં કસુર થયે ગ્રાહક અદાલત, સીવીલ અદાલત અને ફોજદારી અદાલતમાં ગ્રાહક સુરક્ષા મંડળ મશીન ખરીદનાર વતી દાવો દાખલ કરનાર છે. આ રીતે છેતરાતા ગ્રાહકોએ શ્રીમતી રમાબેન માવાણી (માજી સંસદ સદસ્ય, લોકસભા) પ્રમુખ રાજકોટ શહેર / જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, 3ર9 પોપટભાઇ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ ફોન : 0281-2471122, 2471120, ફેકસ : 2471122, મોબાઇલ : 94262 01611, 70161 31872, ઇમેઇલ ramjibhaimavani@gamil.com સંપર્ક કરવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement