હવે કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી કોરોનાગ્રસ્ત બન્યા

18 April 2021 07:22 AM
India
  • હવે કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી કોરોનાગ્રસ્ત બન્યા

યુપીનાં ડીજીપી, અપર મુખ્ય સચીવ સૂચના અને લખનૌના ડીએમ કોરોનાની ઝપટમાં

બેંગલુરૂ તા.17
કર્ણાટકનાં મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા બીજીવાર કોરોનાની ઝપટમાં આવ્યા બાદ હવે કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી કુમાર સ્વામી કોરોનાગ્રસ્ત બન્યા છે. પોતે કોરોના પોઝીટીવ બન્યાની ખુદ કૂમાર સ્વામીએ ટવીટ કરીને જાણકારી આપી છે. આ સિવાય દેશમાં યુપીમાં કોરોના વિસ્ફોટ થયો છે. ઉતર પ્રદેશની રાજધાની લખનૌમાં વધતા કોરોના કેસોને યુપી ડીજીપી એસસી અવસ્થી, અપર મુખ્ય સચીવ સુચના નવનીત સહગલ અને ડીએમ અભિષેક પ્રકાશ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. ત્રણ ઓફીસરોએ ખુદને હોમ આઈસોલેટ કર્યા છે. ખનન નિર્દેશક રોશન જેકબને લખનૌની કાર્યવાહક ડીએમ બનાવવામાં આવી છે. તો બીજી બાજુ એસએસપી રોહિતસિંહ પણ કોરોના પોઝીટીવ બન્યા છે.


Related News

Loading...
Advertisement