ગુજરાતમાં દૈનિક કેસ 10,000ની નજીક પહોંચ્યા, 55000થી વધુ એક્ટિવ કેસ : 97 દર્દીઓના મોત

18 April 2021 09:29 AM
Gujarat
  • ગુજરાતમાં દૈનિક કેસ 10,000ની નજીક પહોંચ્યા, 55000થી વધુ એક્ટિવ કેસ : 97 દર્દીઓના મોત

છેલ્લા 24 કલાકમાં નવા 9541 કેસો : 3783 દર્દીઓ સાજા થયા, સતત ઘટતો રિકવરી રેટ 84 ટકાએ પહોંચ્યો

રાજકોટઃ
ગુજરાતમાં કોરોનાએ માજા મૂકી છે. દૈનિક કેસ 10,000ની નજીક પહોંચ્યા છે. જ્યારે એક્ટિવ કેસ 55000થી વધી ગયા છે. સતત ઘટતો રિકવરી રેટ 84.61 ટકાએ પહોંચ્યો છે. ત્યારે જ સુરતમાં 26, અમદાવાદમાં 25, રાજકોટમાં 10, વડોદરામાં 8, સુરેન્દ્રનગર 6, ભાવનગર 4, જામનગર 4, મોરબીમાં 3, બનાસકાંઠામાં 2, મહેસાણા 2, ભરૂચ 1, બોટાદ 1, ડાંગ 1, ગાંધીનગર 1, મહીસાગર 1, પંચમહાલ 1 અને સાબરકાંઠામાં 1 દર્દીએ દમ તોડયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 9541 કેસો નોંધાયા છે અને 3783 દર્દીઓ સાજા થયા છે. ત્યારે જ 97 દર્દીઓના મૃત્યુ થયા છે. કુલ 304 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 55094 દર્દીઓ સ્ટેબલ છે. એટલે કે, હાલ કુલ 55398 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 5267 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 394221 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 3303, સુરત 2155, રાજકોટ 494, વડોદરા 579, જામનગર 318, જૂનાગઢ 128, ગાંધીનગર 147, ભાવનગર 225, મહેસાણા 262, ભરૂચ 235, બનાસકાંઠા 178, નવસારી 148, પાટણ 147, પંચમહાલ 107, તાપી 98, નર્મદા 97, અમરેલી 96, કચ્છ 92, સુરેન્દ્રનગર 89, મહીસાગર 81, ખેડા 79, સાબરકાંઠા 75, આણંદ - દેવભૂમિ દ્વારકા 71, દાહોદ 53, મોરબી 50, વલસાડ 48, ગીર સોમનાથ 39, છોટા ઉદેપુર 32, અરવલ્લી - બોટાદ 26, પોરબંદર 14, ડાંગ 8.


Related News

Loading...
Advertisement