ભાવનગરમાં વકરતો કોરોના : નવા ૧૯૫ કેસ, ૪ દર્દીના મોત

18 April 2021 09:38 AM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં વકરતો કોરોના : નવા ૧૯૫ કેસ, ૪ દર્દીના મોત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૮,૭૭૪ કેસો પૈકી ૧,૨૭૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર:
ભાવનગરમાં આજરોજ ૧૯૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૭૭૪ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૬૯ પુરૂષ અને ૪૫ સ્ત્રી મળી કુલ ૧૧૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. આજે જિલ્લામાં ૪ દર્દીઓના મોત થતા મૃત્યુ આંક ૮૦ થયો છે.

જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાના હમીરપરા ગામ ખાતે ૨, તળાજા તાલુકાનાં ટીમાણા ગામ ખાતે ૩, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૩, તળાજા તાલુકાના માંડવાળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૨, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૫, તળાજા તાલુકાના સાંખડાસર ગામ ખાતે ૫, તળાજા તાલુકાના મોટી ભાદરીયાત ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામ ખાતે ૨, ગારીયાધર તાલુકાના માનવિલાસ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના બોરડી ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાંચપીપળા ગામ ખાતે ૧, તલાજા તાલુકાનાં બોકડી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરગઢ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ઠળીયા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૨, ભાવનગર તાલુકાના પડવા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામ ખાતે ૨, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૨, સિહોર તાલુકાના ઇશ્વરીયા ગામ ખાતે ૨, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૨, પાલીતાણા ખાતે ૪, સિહોર તાલુકાના બેકડી ગામ ખાતે ૨, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૫, સિહોર તાલુકાના ઢુંઢસર ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં ગુંદાણા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના દેગવડા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના રતનપર ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ભુતિયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાનાં વરતેજ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના લીલવણ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના બાડી પડવા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રતનપર(ગા) ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૨, મહુવા તાલુકાના ડુંગરણી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના છાપયારી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના સુરનિવાસ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નાગધણીબા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાનાં લાખણકા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાનાં તગડી ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૮૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ૨ દર્દીઓ અને તાલુકાઓમાં મહુવા તાલુકાના કળસાર ગામ ખાતે રહેતા ૧ દર્દી અને તળાજા તાલુકાના રેલીયા ગામ ખાતે રહેતા ૧ દર્દી એમ કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૯ અને તાલુકાઓમાં ૫૯ કેસ મળી કુલ ૧૨૮ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૮,૭૭૪ કેસ પૈકી હાલ ૧,૨૭૨ દર્દીઓ સારવાર હેઠળ છે.


Related News

Loading...
Advertisement