અમદાવાદની શારદાબેન હોસ્પિટલના પાંચમાં માળેથી પડતું મૂકી કોરોના દર્દીએ જિંદગી ટૂંકાવી

18 April 2021 09:51 AM
Ahmedabad Gujarat
  • અમદાવાદની શારદાબેન હોસ્પિટલના પાંચમાં માળેથી પડતું મૂકી કોરોના દર્દીએ જિંદગી ટૂંકાવી

ઈસનપુરમાં રહેતા વૃદ્ધ રસિકભાઈના મગજ પર કોરોના હાવી થઈ ગયો હોવાથી તેમને અવનવા વિચારો આવી રહ્યા હતા, ગભરાટમાં પગલું ભર્યાનું તારણ

અમદાવાદ:
અમદાવાદની શારદાબેન હોસ્પિટલના પાંચમાં માળેથી પડતું મૂકી કોરોના દર્દીએ જિંદગી ટૂંકાવી લીધાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના ઈસનપુરમાં રહેતા વૃદ્ધ રસિકભાઈના મગજ પર કોરોના હાવી થઈ ગયો હોવાથી તેમને અવનવા વિચારો આવી રહ્યા હતા જેથી ગભરાટમાં આ પગલું ભર્યાનું પોલીસને પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.

અમદાવાદમાં કોરોના પ્રકોપ વધી રહ્યો છે. નવા કેસ સાથે મોતનો આંક પણ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે ઈસનપુરમાં રહેતા 65 વર્ષીય રસિકભાઈ ઠાકોરને કોરોના પોઝિટિવ આવતા એલ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે શારદાબેન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે, કોરોના પોઝિટિવ આવ્યા હોવાને કારણે તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા. અને તેથી જ હોસ્પિટલના પાંચમા માળેથી છલાંગ લગાવી તેમણે આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ કોટડા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement