IPL : હૈદરાબાદ સનરાઇઝર્સની શાનદાર બોલિંગ, મુંબઈને 150 રન પર રોકી રાખ્યું

18 April 2021 10:04 AM
Sports
  • IPL : હૈદરાબાદ સનરાઇઝર્સની શાનદાર બોલિંગ, મુંબઈને 150 રન પર રોકી રાખ્યું

હૈદરાબાદ સનરાઇઝર્સને જીતવા માટે 151 રનનો ટાર્ગેટ : મુંબઈ તરફથી ક્વિંટન ડેકોક 40 અને પોલાર્ડએ અણનમ 35 રન બનાવ્યા

ચેન્નઇ:
આઈપીએલ 2021માં આજે બે ઓપનર કેપ્ટન વચ્ચે મેચ રમાઇ રહી છે. ચેન્નઇના ચેપૌક સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 150 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સને જીતવા માટે 151 રનની જરૂર છે.

ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરવા આવતા મુંબઇ ઇન્ડિયન્સે ક્વિંટન ડેકોક (40), રોહિત શર્મા (32) અને પોલાર્ડ (35 *) એ અંતિમ ઓવરમાં ઝડપી રન બનાવતા પાંચ વિકેટ ગુમાવીને ટીમના 150 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમને હવે સિઝનની પહેલી જીત માટે 151 રનની જરૂર છે.

હાર્દિક પંડ્યા ફરી એકવાર નિષ્ફળ ગયો. તે 19 મી ઓવરના ચોથા બોલ પર ખલીલની બોલિંગમાં વિરાટના હાથે કેચ આઉટ થયો હતો. હાર્દિક 5 બોલમાં માત્ર 7 રન બનાવી શક્યો હતો.

મુંબઇનો સ્ટાર યુવા બેટ્સમેન ઇશાન કિશન ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો. તે મુજીબના તેના કેરમ બોલ પર લેગ સ્ટમ્પની બહાર કેચ આપી બેઠો હતો. બિઅર્સ્ટોએ વિકેટ પાછળ જબરદસ્ત કેચ પકડ્યો. ઇશાન 21 બોલમાં 12 રન બનાવી શક્યો હતો.


Related News

Loading...
Advertisement