ધોરાજી તાલુકામાં સૌ પ્રથમ મોટીમારડમાં કાલથી શરૂ થતી ઓક્સિજન સાથેની 15 બેડની હોસ્પિટલ

19 April 2021 04:52 AM
Dhoraji Saurashtra
  • ધોરાજી તાલુકામાં સૌ પ્રથમ મોટીમારડમાં કાલથી શરૂ થતી ઓક્સિજન સાથેની 15 બેડની હોસ્પિટલ

તિરુપતિ ઓક્સિજનવાળા કેવલભાઈ જારસાનિયાના સહયોગથી અને જિલ્લાપંચાયત સભ્ય વિરલભાઈની મહેનત રંગ લાવી

કલાણા:
ધોરાજી તાલુકામાં સૌ પ્રથમ મોટીમારડ સી.એચ. સી. આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન સાથેની 15 બેડની હોસ્પિટલ શરૂ થશે. મોટીમારડના વતની અને હાલ શાપર ખાતે રહેતા ઉદ્યોગપતિ કેવલભાઈ જારસાનિયા દ્વારા ઓક્સિજન પુરવઠો પૂરો પાડવા સહયોગ અપાયો છે. આ હોસ્પિટલ સોમવારથી શરૂ કરવામાં આવશે.

હોસ્પિટલ કાર્યરત કરવા માટે જિલ્લાપંચાયત સભ્ય વિરલભાઈ પનારા પોતે કોરોનાગ્રસ્ત હોવા છતાં ઘરેથી બનતી તમામ મદદ કરી તેમજ ગામના સરપંચ અને ગામના આગેવાનોના સાથ સહકારથી ટૂંકા સમયમાં આ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.

જેમાં મોટીમારડ આરોગ્ય કેન્દ્રના હેડ ડો.જીવનીએ જણાવ્યું હતું કે સરકારની સૂચના અને મોટીમારડના વતની અને શાપરના ઉધોગપતિ તિરૂપતિ ઓક્સિજન વાળા કેવલભાઈએ ઓક્સિજનના દાતા બનીને હોસ્પિટલ શરૂ કરવામાંમાં મોટો ફાળો આપ્યો છે, જેથી આવતીકાલથી 15 બેડની હોસ્પિટલ સી.એચ.સી.આરોગ્ય કેન્દ્ર મોટીમારડ ખાતે કાર્યરત થશે.


Related News

Loading...
Advertisement