કોરોનાનું સુનામી : ગુજરાતમાં એક જ દિવસમાં 10,000થી વધુ નવા કેસ : 110 દર્દીઓના મોતથી હાહાકાર

19 April 2021 08:21 AM
Gujarat
  • કોરોનાનું સુનામી : ગુજરાતમાં એક જ દિવસમાં 10,000થી વધુ નવા કેસ : 110 દર્દીઓના મોતથી હાહાકાર

● રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4,00,000 ને પાર : એક્ટિવ કેસ વધીને 61,000થી વધુ થઈ ગયા : આરોગ્ય વ્યવસ્થા પર જબરું ભારણ ● છેલ્લા 24 કલાકમાં વધુ 3981 દર્દીઓ સાજા થયા, મૃત્યુઆંક 5377 થયો, રિકવરી રેટ ઘટીને 83 ટકા થઈ ગયો : ખૂબ જ ગંભીર સ્થિતિ

રાજકોટઃ
ગુજરાતમાં કોરોનાનું સુનામી આવ્યું હોય તેમ આજે એક જ દિવસમાં 10,000થી વધુ નવા કેસો સપાટી પર આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4,00,000 ને પાર થઈ ગઈ છે. એક્ટિવ કેસ વધીને 61,000થી વધુ થઈ ગયા છે. આરોગ્ય વ્યવસ્થા પર જબરું ભારણ આવી પડ્યું છે. રિકવરી રેટ ઘટીને 83.43 ટકા થઈ ગયો છે. રાજ્યમાં ખૂબ જ ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. જેને પહોંચી વળવા સરકારની તમામ વ્યવસ્થા - સુવિધા નિષ્ફળ થઈ રહી છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા 10340 કેસો, નોંધાયા છે. ૧૧૦ દર્દીઓના મૃત્યુ થયા છે. ૩૯૮૧ દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં કુલ ૩૨૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૬૧૩૧૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક ૫૩૭૭ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૪૦૪૫૬૧ પર પહોંચ્યો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 3694, સુરત 2425, રાજકોટ 811, વડોદરા 509, મહેસાણા 389, જામનગર 366, ભાવનગર 198, પાટણ 158, ગાંધીનગર 150, જુનાગઢ 122, બનાસકાંઠા 112, નવસારી 104, તાપી 99, અમરેલી 98, કચ્છ 94, સુરેન્દ્રનગર 92, આણંદ 91, મહિસાગર 89, સાબરકાંઠા 82, પંચમહાલ 74, દાહોદ - ખેડા 69, વલસાડ 61, દેવભૂમિ દ્વારકા 60, ભરૂચ 59 , મોરબી 54, બોટાદ 47, ગીર સોમનાથ - નર્મદા 42, અરવલ્લી 32, છોટા ઉદેપુર 23, પોરબંદર 18, ડાંગ 7.


Related News

Loading...
Advertisement