રેમડેસીવીરની કાળા બજારી કરતા દમણ સ્થિત બ્રુક ફાર્માસ્યુટિકલ કંપનીના મેનેજર સહિત બેની વાપીથી ધરપકડ કરાઈ

19 April 2021 10:59 AM
Crime Gujarat
  • રેમડેસીવીરની કાળા બજારી કરતા દમણ સ્થિત બ્રુક ફાર્માસ્યુટિકલ કંપનીના મેનેજર સહિત બેની વાપીથી ધરપકડ કરાઈ
  • રેમડેસીવીરની કાળા બજારી કરતા દમણ સ્થિત બ્રુક ફાર્માસ્યુટિકલ કંપનીના મેનેજર સહિત બેની વાપીથી ધરપકડ કરાઈ

વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે કૌભાંડ ઝડપી પાડ્યું, 18 રેમડેસીવીર ઈન્જેકશન મળી આવ્યા : વધુ તપાસ હાથ ધરાઈ

વાપીઃ
કોરોના મહાનારીએ તેની ચરમ સીમા પર છે. ત્યારે જ કેટલાક લેભાગુ તત્વો આવા કપરા સમયમાં પણ માનવતા ભૂલી ગુનાઓ આચરી રહ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાના ગંભીર દર્દી મારે અકસીર રેમડેસીવીરની અછત સર્જાઈ છે. જેથી ઊંચા ભાવે ઈન્જેકશનની કાળા બજાર થઈ રહી છે. રેમડેસીવીરની કાળા બજારી કરતા દમણ સ્થિત બ્રુક ફાર્માસ્યુટિકલ કંપનીના મેનેજર સહિત બેની વાપીથી ધરપકડ કરાઈ છે. વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે કૌભાંડ ઝડપી પાડ્યું છે અને 18 રેમડેસીવીર ઈન્જેકશન મળી કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાએ સાંજ સમાચારને જણાવ્યું હતું કે, વાપીમાં ફર્નિચરની દુકાન ધરાવતો વરૂણ કુંદ્રા રેમડેસીવીર ઈન્જેકશન ઊંચા ભાવે કાળા બજારમાં વેચી રહ્યો હોવાની બાતમી મળતા તેને ઝડપી લેવાયો છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, દમણ સ્થિત બ્રુક ફાર્માસ્યુટિકલ કંપનીના વાપી સ્થિત મેનેજર મનીષસિંધ વરુણને ઈન્જેકશન પુરા પાડતો હતો જેથી મનીષસિંઘની પણ ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ આરોપીઓ ઊંચા ભાવે ઈન્જેકશન વેચવાની સાથે ઈન્જેકશનના મોટા સ્ટોકને પણ સંગ્રહિત કરતા હોવાની શંકા છે. જેથી પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે.


Related News

Loading...
Advertisement