જૂનાગઢના રવની ગામમાં કોરોનાનો હાહાકાર, 2 મહિલા સહિત 4ના કોરોનાથી મોત થતા ગ્રામજનોમાં ફફડાટ

19 April 2021 11:08 AM
Junagadh Saurashtra
  • જૂનાગઢના રવની ગામમાં કોરોનાનો હાહાકાર, 2 મહિલા સહિત 4ના કોરોનાથી મોત થતા ગ્રામજનોમાં ફફડાટ

એકદમ નાના ગામમાં એક્ટિવ કેસની સંખ્યા 25 કરતાં વધુ, ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરાયું

કલાણા:
જુનાગઢ જિલ્લાના રવની ગામે કોરોનાએ હાહાકાર મચાવતા એક જ દિવસમાં 4 લોકોના મોત થતા નાના એવા ગામમાં હાહાકાર મચી જતા સ્વૈચ્છીક લોકડાઉન કરાયું છે.

રવની ગામના સરપંચ હબીબભાઈ સાંધએ જણાવ્યું હતુ કે, ગામમાં વધેલા કોરોના સંક્રમણથી ગ્રામજનો સ્તબ્ધ બની ગયા છે, હાલ અમે આરોગ્ય વિભાગની સાથે રહીને ગામને કોરોનાથી મુક્ત કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. જેમાં ગામના વેપારીઓ અને ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે, અને વેક્સીનેશનની કામગીરને વેગવંતી બનાવી છે.

ગામમાં હાલ 25 જેટલા એક્ટિવ કેસ છે, જે દર્દીઓને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ બહારથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement