સૌરાષ્ટ્રમાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવા લાગ્યા : ભયનો માહોલ

19 April 2021 11:56 PM
Rajkot Ram mandir-Ayodhya verdict Saurashtra Sports Technology Top News
  • સૌરાષ્ટ્રમાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવા લાગ્યા : ભયનો માહોલ

અમરેલીમાં હજુ અઠવાડિયું બજારો બંધ રહેશે : ગોંડલમાં પણ આવતા રવિવાર સુધી સ્વયંભુ બંધ : ખંભાળીયા, ચલાલા, જસદણ, વાંકાનેર, વેરાવળમાં પણ સમર્થન

રાજકોટ, તા. 19
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના કારણે શરૂ થયેલા સ્વૈચ્છિક લોકડાઉનમાં વધુને વધુ નગરો, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો જોડાઇ રહ્યા છે. અમરેલીમાં એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરી દેવાયુ છે. જેમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. ગોંડલમાં પણ સ્વૈચ્છિક હાફ ડે લોકડાઉન વધુ 8 દિવસ લંબાવી દેવાયું છે. જસદણની હીરા બજાર, ખંભાળીયાની વધુ ત્રણ ગ્રામ પંચાયતો, ચાલાલા ગામ બંધમાં જોડાયુ છે.


અમરેલી
અમરેલી શહેરમાં કોરોનાનું સંક્રમપ હાહાકાર મચાવી રહૃાું હોય તેવા સમયે શહેરનાં વેપારી સંગઠનો ઘ્વારા રવિવાર રાતથી એક અઠવાડીયા માટે સ્વૈચ્છીક શરૂ કરાયું છે.
ચેમ્બર ઓફ કોમર્સ અમરેલી અને શહેરનાં વિવિધ વેપારી એસોસીએશન તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓ ઘ્વારા સર્વાનુમતે સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તા. 26/4/21 ને સોમવાર સવારનાં 6 કલાક સુધી સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવશે. જેમાં આવશ્યક સેવાઓ જેવી કે, (1) મેડીકલ સ્ટોર ર4 કલાક ખુલ્લા રહેશે. (ર) કરીયાણાની રીટેઈલ તેમજ હોલસેલ દુકાનો, બેકરી અનેમાંસ-મટનની દુકાનો સવારનાં 9 થી બપોરના 1 સુધી ખુલ્લી રહેશે. (3) ફ્રૂટ તેમજ શાકભાજીની દુકાનો તેમજ હરતી ફરતી લારીઓ સવારનાં 6 કલાકથી બપોરનાં 1 કલાક સુધી ખુલ્લી રહેશે. (4) દૂધની ડેરીઓ સવારનાં 6 થી 10 અને સાંજના 5 થી 8 સુધી ખુલ્લી રહેશે. (5) અનાજ દળવાની ઘંટીઓ સવારનાં 8 થી બપોરનાં 1 સુધી ખુલ્લી રહેશે.


ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા એક્ટિવ કેસો અવિરત રીતે વધી રહ્યા છે. ગઇકાલે ખંભાળિયા તાલુકાના 14 સહિત જિલ્લામાં કુલ 29 નવા પોઝિટિવ કેસ તો સરકારી ચોપડે જ નોંધાયા છે. જિલ્લામાં કુલ 277 એક્ટિવ કેસ સાથે કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયજનક રીતે વધતાં અહીંની ધરમપુર ગ્રામ પંચાયત બાદ શહેરને સંલગ્ન એવી વધુ ત્રણ ગ્રામ પંચાયતના સ્થાનિકો, આગેવાનો દ્વારા આગામી તા. 30 સુઘી આંશિક અને સ્વૈચ્છિક લોક ડાઉન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રામનગર, હર્ષદપુર અને શક્તિનગર વિસ્તારમાં તા. 30 એપ્રિલ સુધી દરરોજ સાંજે ચાર વાગ્યા બાદ સ્વૈચ્છિક લોક ડાઉનની જાહેરાત કરાઈ છે.
આ ઉપરાંત જરૂર પડ્યે આ પ્રકારનું લોક ડાઉન વધારવા તથા સ્વૈચ્છિક જાગૃતિ કેળવવા પણ ગ્રામજનોએ નક્કી કર્યું છે.


વાંકાનેર-હોલમઢ
મોરબી જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારની અંદર કોરોના પોઝિટિવ કેસની સંખ્યા છેલ્લા દિવસોની અંદર વધી છે જેથી ગ્રામ પંચાયતો દ્વારા અનેક ગામોમાં આંશિક પછી સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે પણ આજથી લઈને આગામી પહેલી તારીખ સુધી સ્વેચ્છિક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે
હોલમઢ ગ્રામ પંચાયત દ્વારા આજે આગામી તા 1/5 સુધી ગામમાં સંપૂર્ણ લોકડાઉન કરવા માટેની જાહેરાત કરવામાં આવેલ છે અને આ ગામની અંદર રહેતા ગ્રામજનોએ પણ તેની અમલવારી કરવા માટે જાણ કરી છે તેવી જ રીતે દુકાનો તથા ઠંડાપીણાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે આમ ગામની અંદર કોરોનાનું સંક્રમણ ન વધે અને કોરોના સામે લોકો સલામત રહે તે માટે હોલમઢ ગ્રામ પંચાયત દ્વારા આગામી પહેલી તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવેલ છે.


જસદણ
જસદણમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ ફેલાતું જઇ રહ્યું છે. ત્યારે રવિવારથી એક અઠવાડિયું હીરાના કારખાના ફટાફટ બંધ થઇ ગયા છે. હીરા ઉદ્યોગ સાથે અંદાજે દસ હજાર જેટલા લોકો જોડાયા છે. એ પૈકી ઘણા કોરોનાની ઝપટે ચડી જતા તાત્કાલીક આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.


ગોંડલ
ગોંડલ વેપારી મહામંડળ અને નગરપાલિકા તંત્ર દ્વારા ગત સપ્તાહે સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધીના અપાયેલા અઠવાડિયાના સ્વૈચ્છિક લોકડાઉન બાદ પણ આ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય શહેરોમાં વધુ 8 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન સાંજના 6 થી સવારના 6 સુધી જાહેર કરવામાં આવ્યું છે. નાના મોટા તમામ વેપારીઓને પોતાના ધંધા રોજગાર સાંજના 6થી બંધ રાખવા અને જાહેર જનતાને પણ બીનજરૂરી ઘર બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓની દુકાનો ખુલી રાખવામાં આવશે. ગોંડલ સીટી પી.આઇ. એસ.એમ.જાડેજા દ્વારા જણાવાયું છે કે કોઇપણ વેપારી કે ગ્રાહક વગર તેમજ દુકાનમાં સોશ્યલ ડિસ્ટન્સ નહીં જળવાય તો તે વેપારી સામે દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.


ચલાલા
ચાલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઇ, કિરાણાના પ્રમુખ નવનીતભાઇ સહિતના તમામ વેપારી એસો. દ્વારા સ્વયંભુ તા.30 સુધી સવારના 8 થી 3 સુધી જ વેપાર ધંધા ચાલુ રાખશે. બપોરના 3 કલાકથી તમામ વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ રાખશે. સરકારની ગાઇડલાઇન મુજબ તમામ વેપારી મિત્રો માસ્ક, સેનીટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સનો ચુસ્તપણે પાલન કરશે.


વેરાવળ
સોમનાથ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વેરાવળના વિવિધ એસો. ના પ્રતિનિધીઓએ કોરોના સંક્રમણ નાથવા વેરાવળ શહેરમાં સાંજના ચાર વાગ્યા પછી વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન રાખેલ. આવશ્યક સેવાઓ સિવાયના તમામ વેપારીઓ તેમના વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે.
વેરાવળમાં સરકારી હોસ્પિટલ રોડ, સટ્ટા બજાર, ટાવર ચોક સહિતના વિસ્તારો છેલ્લા ત્રણ દિવસ બંધ રહ્યા છે. સ્વૈચ્છીક લોકડાઉન સફળ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સહયોગ મળી રહેશે. વહીવટી તંત્ર દ્વારા લોકોને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા સાથે બીન જરૂરી લોકોને બહાર ન નીકળવા અને માસ્ક પહેરવા જણાવ્યું હતું.


વેરાવળ ગોલ્ડ એન્ડ સિલ્વર એસો
વેરાવળ શહેરના તમામ એસો.ના હોદેદારો તથા અગ્રણીઓ સાથે મિટિંગમાં જેમાં હાલના કોરોના વિસ્ફોટની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ કલેકટર દ્વારા લાગણી સભર કરેલ સૂચનને ધ્યાને લઇ સુવર્ણકાર મિત્રો તા.1 મે ના શનિવાર સુધી સવાર થી સાંજે ચાર વાગ્યા સુધી દુકાનો ખુલી રાખશે અને ત્યારબાદ દુકાન બંધ રાખશે તેમ એસો. ના પ્રમુખ ગિરીશભાઇ પટ્ટ, ઉપપ્રમુખ હિતેશભાઇ શાહ, સેક્રેટરી ધનપાલભાઇ શાહ એ એક સંયુકત યાદીમાં જણાવેલ છે.


Related News

Loading...
Advertisement