કચ્છના માઁ આશાપુરા માતાના મઢ ખાતે રાત્રે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ: રાજા બાવા યોગેન્દ્ર સિંહજી બીડુ હોમશે

20 April 2021 12:43 AM
kutch Dharmik
  • કચ્છના માઁ આશાપુરા માતાના મઢ ખાતે રાત્રે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ: રાજા બાવા યોગેન્દ્ર સિંહજી બીડુ હોમશે

સરકારી માર્ગદર્શિકા અનુસાર પુજારી, સેવકગણ, બ્રાહ્મણોની જ હાજરીમાં હોમાદિક ક્રિયા થશે: મંદિર અચોકકસ સમય સુધી બંધ છે

રાજકોટ તા.19
ભારતીય સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાનું સ્થાન અલૌકીક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરાશક્તિ પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. માં આશાપુરાનું 19મી સદીનું ભવ્ય તિર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રદ્ધા ગણના થાય છે. માં આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની વિશાળ ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદિર 58 ફુટ લાંબુ અને 32 ફુટ પહોળો છે. માં આશાપુરાની વિશાળ કદની 6 ફુટની મૂર્તિ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદીક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માંની માનેલ માનતા અને શ્રદ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે.


આજે ચૈત્રી સુદ-7, સોમવારના રાત્રીના 8.25 કલાકે રાજા બાવાશ્રી યોગેન્દ્રસિંહજી અધ્યક્ષસ્થાને ગોર મહારાજશ્રી દેવકૃષ્ણ મૂળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોની હોમાદિક ક્રિયા આહુતિ આપવામાં આવશે.


આ સમયે ચંડીપાઠ, શ્ર્લોક, સંક્રાંતિપાઠ, માના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભક્તિમય બની જાય છે. મધ્યરાત્રીએ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રીના 12.30 કલાકે ઉગતી આઠમે હવનમાં બીડુ હોમશે. સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે. માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદરજ હનુમાનજી, ગણેશજી, શંકર-પાર્વતી, ચાચરા ભવાની, ખેતરપાળ દાદા તેમજ બાજુમાં હિંગળાજ માનું ભવ્ય મંદિર આવેલ છે. આરતીનો સમય સવારના 5 વાગ્યે મંગળા આરતી, સવારે 9 કલાકે ધૂપ ભાવિકોને વિનામૂલ્યે જમવા તથા રહેવાની સગવડ પુરી પાડવામાં આવે છે. સરકારના નિયમોનુસાર સમગ્ર હોમાદીક ક્રિયા સાદગીપૂર્વક કરવામાં આવશે. રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી માં આશાપુરાને વંદનપૂર્વક પ્રાર્થના કરશે.


સમગ્ર દેશવાસીઓને કોરોના ભયંકર રોગથી મુક્તિ આપે તેવી માં આશાપુરાને વંદન પૂર્વક પ્રાર્થના કરશે. માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરશે. માં આશાપુરાના ભકતોને લાઈવ દર્શન તથા હોમાદિક ક્રિયા વિધિના દર્શન કરવા માટે ૂૂૂ.ળફફિંક્ષફળફમવ.જ્ઞલિ વેબસાઈટ દ્વારા નીહાળી શકાશે.
સંકલન: વિનોદ પોપટ


Related News

Loading...
Advertisement