સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના લહેર પ્રાણઘાતક: જામનગર-95, રાજકોટ-69 દર્દીના મોત

20 April 2021 01:13 AM
Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના લહેર પ્રાણઘાતક: જામનગર-95, રાજકોટ-69 દર્દીના મોત

ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓનાં ટપોટપ મોતથી સન્નાટો: દરીયાઈ વિસ્તારના દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર જીલ્લામાં સંક્રમણ ઉછળ્યુ: રાજકોટમાં 5200 દર્દીઓ સારવારમાં: લોકોમાં કોરોનાનો ડર પ્રસરી વળ્યો: સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા 2002 પોઝીટીવ કેસ: 1233 ડીસ્ચાર્જ

રાજકોટ તા.19
ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના વાયરસ વધુને વધુ જીવલેણ બની રહ્યો છે,. સૌરાષ્ટ્ર-કચ્છમાં પોઝીટીવ કેસ સાથે મૃત્યુઆંક વધતા દિવસે દિવસે ગભરાટનો માહોલ છવાયો છે. અનેક શહેરી-ગ્રામીણ વિસ્તારો કોરોના સંક્રમણની ચેન તોડવા સ્વૈચ્છીક લોકડાઉનના વેપારી સંગઠનો-ગામોના સરપંચો નિર્ણય લઈ રહ્યા છે. ખાનગી-સરકારી હોસ્પીટલમાં બેડ નહિં મળતા કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર કયાં મેળવવી તે મોટો પ્રશ્ર્નાર્થ છે.
સરકારી-ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓને બેડ મળતા નથી બીજી તરફ કોવિડ ડેડબોડીની અંતિમવિધી માટે સ્વજનોને કલાકોનો ઈન્તજાર કરવો પડે છે પરિસ્થિતિ ડરામણી બની રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક દરમ્યાન 2002 પોઝીટીવ કેસ સાથે 1233 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


રાજકોટ જીલ્લામાં 683, શહેર 128, ગ્રામ્ય કુલ 811, જામનગર 234 શહેર 132, ગ્રામ્ય કુલ 366, ભાવનગર 114, શહેર 84 ગ્રામ્ય કુલ 198, જુનાગઢ 52, શહેર 70 ગ્રામ્ય કુલ 122, અમરેલી 98, સુરેન્દ્રનગર 92, દ્વારકા-60, મોરબી 54, બોટાવ 47, ગીર સોમનાથ 42, પોરબંદર 18, અને કચ્છ 94, સહીત 2002 પોઝીટીવ કેસ નોધાયા છે.
જયારે રાજકોટ 532, જામનગર 183, ભાવનગર 181, જુનાગઢ 129, અમરેલી 76, સુરેન્દ્રનગર 21, દ્વારકા 49, મોરબી 21, બોટાસ 1 પોરબંદર 10, અને કચ્છ 30, સહીત 1233 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
જામનગર 95, રાજકોટ 69, મોરબી 12, ગીર સોમનાથ 7, દર્દીના મોત થયા છે.


રાજયમાં નવા 10340 પોઝીટીવ દર્દીઓ સામે 3981 દર્દીઓ સ્વસ્થ થતા રાજયનો રીકવરી રેટ 83.43 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જીલ્લામાં કોરોનાની લહેર દર્દીઓ માટે પ્રાણઘાતક નિવડી રહી છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પીટલોમાં દર્દીઓનાં સારવારમાં ટપોટપ મોત થતા સ્થિતિ વધુને વધુ ભયાવહ બની રહી છે.
રાજકોટ જીલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 811 પોઝીટીવ કેસ સામે 532 દર્દીઓ સ્વસ્થ થયા છે.
શહેર 683 અને 128 ગ્રામ્ય મળી કુલ 811 પોઝીટીવ કેસ સાથે શહેરનો કુલ આંક 26719 નોંધાયો છે.જીલ્લાનો કુલ આંક 35563 પર પહોંચ્યો છે.
હાલ 4612 શહેર અને ગ્રામ્ય મળી 5201 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 24 કલાક દરમ્યાન વધુ 69 દર્દીઓના મોત થયા છે.
દરીયાઈ વિસ્તારનાં ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જીલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાયો છે. સમગ્ર સૌરા.કચ્છ કોરોનાની ઘાતક લહેર પ્રસરી વળી છે.

 


Related News

Loading...
Advertisement