સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર

20 April 2021 01:15 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત  સમાચાર

વેક્સિનનો બીજો ડોઝ લેતા પૂર્વ મંત્રી જશાભાઇ બારડ
કોરોના મહામારી સામે ભારતીય વેક્સિન કારગર સાબિત થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વેક્સિન ટીકા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઇ બારડે વેક્સિનનો બીજો ડોઝ લીધેલ છે. વેક્સિનના પ્રથમ ડોઝ વખતે પણ તેઓને કોઇ પણ જાતની મુશ્કેલી પડેલ ના હતી. વેક્સિનના બીજા ડોઝ લગાવીને તેઓએ અન્ય તમામ લોકો જેઓ 45 વર્ષ થી ઉપરના છે તેઓ વેક્સિન જરૂરથી લગાવે અને કોરોના સામે એકમાત્ર વેક્સિન જ ઉપાય છે તેઓ સંદેશ પાઠવેલ તેમજ હાલ કોરોનાના કેસો વધતાં હોય લોકોને સોશ્યલ ડીસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા તેમજ હાથ વારંવાર ધોવા અને કામ સિવાય ઘરની બહાર ના નીકળવા અપીલ કરેલ છે.


ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન
ગીરગઢડા પંથકમાં આજે બપોરના સમયે અચાનક ગગન વાદળોથી ધેરાવા લાગેલ અને વાતાવરણમાં પલ્ટો આવતા અને ભારે પવન ફુકાવા લાગેલ અને ધીમે ધીમે વરસાદ વરસવા લાગતા ધરતિપુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. એક તરફ કોરોના માહામારીએ કમ્મર તોડી નાખી તો બીજી તરફ કમોસમી વરસાદ વરસતા આંબાવાડી ધરાવતા ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. એક તરફ ઓણસાલ કેરીનો પાક પણ ઓછા હોય અને ગત વર્ષ પણ કોરોનાના કારણે કેરીના ભાવ જે ચળવા જોઇએ તે ચળ્યા ન હતા. અને તેમાંય આજે કમોસમી વરસાદ થતા કેરીના પાકને વ્યાપક નુકશાન થયા હોવાનું ધરતિપુત્રો જણાવી રહ્યા છે. સતત 10 મીનીટ સુધી વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દિધુ હોવાનો તાલ જોવા મળી રહ્યો છે.


ઉકાળા કેન્દ્રનો પ્રારંભ
આથી સર્વે પ્રભાસ પાટણ ની જનતા ને સુચીત કરવામાં આવે છે કે ગત વર્ષ માં રામરાખ ચોક મિત્ર મંડળ દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા તેમજ રોગપરતિકારક શક્તિ ના વધારા માટે ભારત સરકાર ના આયુષ મંત્રાલય ના સહકાર થી ઉકાળા કેન્દ્ર નું આયોજન કરેલ હતું જેમા લોકો ના સહયોગ થી સફળતા મળેલ તો હાલ ના સમય સંજોગો ને ધ્યાન માં રાખી તેમજ લોકો ની સુખાકારી માટે ફરી આવતીકાલ થી રામરાખ ચોક ખાતે આયુર્વેદિક ઉકાળા કેન્દ્ર નો પ્રારંભ થઇ રહ્યો છે તો સૌ પ્રભાસ પાટણ ના લોકો ને લાભ લેવા હાર્દીક અપીલ છે.


સાવરકુંડલા માનવ મંદિરે મનોરોગી બહેનોએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો
નારણ કાછડિયા વધુમાં જણાવ્યું હતું કે કુદરતને ખોળે અને સુંદર રમણીય વાતાવરણમાં આ કોવિડ સેન્ટર માં આવનાર દર્દીઓને સીધો શુદ્ધ ઓક્સિજન મળશે અને આવા રમણીય વાતાવરણમાં કોવિડ ના દર્દીઓ ઝડપથી સાજા થશે તેઓ પણ આશાવાદ વ્યક્ત કરી આ સંતના પ્રયાસ ને બિરદાવ્યો હતો.માનવ મંદિર આશ્રમ સાથે સાંસદ નારણભાઇ કાછડીયા પહેલેથી જ નાતો રહ્યો છે..આશ્રમના ભક્તિ બાપુએ જણાવ્યું કે આવી કોરોના ની વકરતી જતી મહામારીમાં મારો આશ્રમ જો સરકારની અને લોકોને ઉપયોગી થતો હોય તો એનાથી વધારે ઉંચી સેવા કોઈ નથી માનવતાનો ધર્મ ને સ્વીકારી નિસ્વાર્થ ભાવે લોક સેવા કરવી એજ સાચી સેવા છે.. સાવરકુંડલા માનવ મંદિર ની મુલાકાતે અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા...માનવ મંદિરે ટૂંક સમયમાં જ 100 બેડ ની કોવિડ કેર સેન્ટર શરૂ થનાર હોય માનવ મંદિરના સેવક અને સાંસદ નારણભાઇ કાછડીયા સાવરકુંડલા પાલિકા પ્રમુખ રાજુભાઈ દોશી સહિતના સાવરકુંડલા અમરેલી ના પ્રતિષ્ઠિત આગેવાનોએ આજે મુલાકાત લઈ પૂજ્ય ભક્તિ બાપુ અને સાવરકુંડલાની લાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર વોરાના આ પ્રયાસને ખુબ જ અનુકરણીય ગણાવી અને કોરોના મહામારી ના સંકટ વચ્ચે માનવ મંદિર નું આ યોગદાન અને સેવાઓને બિરદાવી હતી..


બગસરામાં પક્ષી પ્રેમી કિરાણાના વેપારીએ ફ્રી સમયમાં ચકલીના માળા બનાવ્યા
બગસરામાં હુડકો વિસ્તારમાં કિરાણા જનરલ સ્ટોર ની દુકાન ચલાવતા વેપારી જગદીશભાઈ બુમતારીયા ઘણા સમયથી ચકલી ના માળા ઉનાળામાં પોતાના ફ્રી સમયમાં બનાવે છે આ વર્ષે કોરોના ની મહામારી હોવાથી વધુ સમય આ પક્ષી પ્રેમી વેપારી એ ચકલીઓની ચિંતા કરતા વધુ સમય ફાળવી અને પુઠાના ખોખાના સરસ મજાના માળા બનાવી અને પોતાની દુકાન આગળ ગોઠવી અને ચકલીઓ ને રહેવા માટેની સારી વ્યવસ્થા કરી હતી અને આવા ધોમધખતા તાપમાં પક્ષીઓ તડપતા મરતા જોવા મળે છે ત્યારે આ વેપારીએ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વધુ સમય કાઢી અને ચકલીઓને રહેવા માટે સુંદર વ્યવસ્થા ગોઠવી આપી છે તે વ્યવસ્થા અને ગોઠવણ જોઈ ત્યાં નીકળતા લોકો પણ ખુશ થાય છે ચકલીઓ પણ અઢળક પોતાનું ઘર હોય તેમ તેની દુકાન પાસે મુકેલા માળામાં પોતાનું ઘર બનાવે છે આ વેપારી ની પક્ષી પ્રત્યેની લાગણી જોઈ ને બીજા લોકોને પણ પ્રેરણા મળે છે.


વેરાવળ પ્રાંત કચેરી ખાતે આરોગ્યના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ
ગીર - સોમનાથ જીલ્લામાં કોરોના સંક્રમણ અંગે પ્રાંત કચેરી વેરાવળ ખાતે અધિક કલેકટર ખાચરના અધ્યક્ષ સ્થાને જીલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજાઇ. જેમાં જીલ્લામાં કોવીડ - 19 અંતર્ગત સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. જીલ્લામાં કોરોના સંક્રમણના કારણે રેમડેસીવીર ઇન્જેકશનની માંગ વધી છે. રાજ્ય સરકાર દ્વારા જીલ્લામાં કાર્યરત કોવીડ હોસ્પિટલને જરૂરીયાત મુજબનો રેમડેસીવીર ઇન્જેશકશનનો પુરતો જથ્થો ફાળવી આપ્યો છે. જીલ્લામાં કોવીડ હોસ્પિટલ માટે ઓક્સીજનનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઓકસીજનના અભાવે કોઇ દર્દીનું મૃત્યુ જીલ્લામાં થયેલ નથી. આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્યુ જનકાટ, પુરવઠા અધિકારી પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, સિવિલ સર્જન ડો.પરમાર, ડો.બામરોટીયા, ડો.નીમાવત સહિત હાજર રહ્યા હતા.


પ્રભાસમાં મ્હોર્યાં કાજુ...... ગોવા જ નહીં સોમનાથમાં પણ ઉગે છે કાજુ
કાજુનું નામ સાંભળીએ એટલે આપણને ગોવા જ દેખાય પરંતુ સોમનાથ પ્રભાસ - પાટણના શાક માર્કેટ શાક વિક્રેતા કાળુ ભગવાન સોલંકી ની મીઠાપુર રોડ ઉપર આવેલી વાડીમાં કાજુ નું ઝાડ છે જે છેલ્લા પંદર વર્ષથી છે. જેમાં કાજુ નો મબલખ પાક આવ્યો છે. દર વર્ષે કેરીની સીઝન એટલે ચૈત્ર - વૈશાખ મહિનામાં કાજુનો ફાલ ઉતરે છે. જેમાં ઝાડ ઉપર જમરૂખ આકારનું કેસરી ફળ અને તેના નીચેના ભાગમાં કાજુ જોડાયેલ હોય છે. વાડી માલિક અને ભાઇ દોસ્તો કેસરી આકારના ફળને ખાઇ જાય છે અને તેમાંના કાજુને સેકી ખાઇ મોજમાં રહે છે. જીલ્લા ખેતીવાડી - બાગાયત વિભાગે તેમને માર્ગદર્શન આપવું જોઇએ કે ગોવામાં ઝાડ ઉપરથી ઉતરેલાં કાજુ બજાર સુધી પહોંચતા શું પ્રક્રિયાઓ હોય છે તેનો અભ્યાસ - અમલ કરાવાય તો ગીર માત્ર કેસર કેરી માટે જ નહી વિશ્વના ફળ નકશામાં કાજુ તરીકે પણ પંકાય અને ઘર આંગણે કાજુ કતરી, કાજુ આઇસ્ક્રીમ, કાજુ શીખંડ અને કાજુ મુખવાસ, કાજુ મીઠાઇ માટે ઘર આંગણે આત્મનિર્ભર ઉપલબ્ધિ બને તેમ છે.


ઊનાના સીલોજ ગામ પાસે સાબુ ભરેલો ટ્રક પલ્ટી ગયો
ઉના વેરાવળ નેશનલ હાઇવેનું છેલ્લા ધણા વર્ષોથી ચાલુ રહ્યુ છે. ત્યારે ઉનાથી સાતેક કિ.મી.દૂર આવેલ સીલોજ ગામ પાસે ટ્રક ચાલકે ડાયવર્ઝજ પાસે કાવો મારતા સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા ટ્રક અચાનક પલ્ટી ખાતા ટ્રકમાં રહેલા સાબુની પેટીનો જથ્થો રસ્તા પરજ વેરાણ થઇ ગયેલ હતો. જોકે ટ્રક ધડાકાભેર પલ્ટી ખાતા આજુબાજુમાં રહેતા ગામ લોકો તાત્કાલીક દોડી ગયેલા અને અન્ય વાહન બોલાવી તેમાં સાબુની પટીઓ ભરી હતી. જોકે આ
અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયેલ હતો. અને કોઇ જાનહાની થયેલ ન હતી.


Related News

Loading...
Advertisement