ચોટીલા તાલુકાનાં જમીન કૌભાંડમાં હજુ અનેક નામો ખુલવાની શકયતા

20 April 2021 01:50 AM
Surendaranagar Crime
  • ચોટીલા તાલુકાનાં જમીન કૌભાંડમાં હજુ અનેક નામો ખુલવાની શકયતા

તત્કાલીન નિવાસી અધિક કલેકટરનાં રીમાન્ડ પૂર્ણ : ફરી કોર્ટમાં રજૂ કરાયા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 19
સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે. (સરકારી જમીન પચાવી પાડવાનું જમીન કૌભાંડ)ની ગુન્હાની તપાસ દરમ્યાન ચોટીલા તાલુકાના મોજે મેવાસા(શે) ગામે પણ આ જ પ્રકારનું સરકારી જમીન પચાવી પાડવાનું જમીન કૌભાંડ થયેલાનું જણાતા એ.સી.બી. દ્વારા આ અંગેની પ્રાથમિક તપાસ પોલીસ ઈન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે. રાજકોટ શહેરેને સોંપવામાં આવેલ પ્રાથમિક તપાસના અંતે ગુનાહિત કૃત્ય જણાઇ આવતા આર.બી.અંગારી, નાચબ કલેક્ટરની ફરિયાદ આધારે એ.સી.બી. દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે.


જેમાં પી.આર.જાની, તત્કાલીન મામલતદાર, ચોટીલા, હાલ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી, નવસારી ડી.એચ.ત્રિવેદી, તત્કાલિન પ્રાંત અધિકારી, ચોટીલા હાલ નિવૃત એમ.બી.પટેલ, તત્કાલિન નિવાસી અધિક કલેક્ટર, કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર હાલ નિવૃત ઉપરાંત અન્ય જવાબદાર કર્મચારીઓ વિરુધ્ધ ચોટીલા તાલુકાના મોજ-મેવાસા(શે) ગામના સર્વે નં.136 પૈકીની હેકટર 289-44-30 ચો.મી તથા ચોર્ટીલા તાલુકાના મોજે-શેખલીયા ગામના સર્વે નં.42 પૈકીની હેકટર 28-35-84 ચો.મી મળી કુલ હેકટર 317-80-14 ચો.મી. જમીન જેની પ્રવર્તમાન જંત્રી કિંમત આશરે રૂા.5,40,40,000/- (અંકે રૂપીયા પાંચ કરોડ ચાલીસ લાખ ચાલીસ હજાર પુરા) જેટલી રકમનું સરકારને નાણાંકીય નુકસાન કરી/કરાવી સરકારી અધિકારી/કર્મચારીઓએ પોતાના રાજયસેવક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી/કરાવી અન્ય લાભ મેળવનાર આરોપીઓને ગેરકાયદેસર લાભ અપાવવા સારૂં હુકમોનું ખોટું અર્થઘટન કરી રજી.વેચાણ દસ્તાવેજો આધારે દાખલ થયેલ ફેરફાર નોંધો મંજુર કરી સરકારના નાણાંકીય હીતને નુકસાન થાય તેવા પ્રકારની ગુન્હાહિત ગેરવર્તણુંક કરી ગુનો કરેલ છે


ઉપરોકત ગુન્હાના કામે આરોપી એમ.બી. , તત્કાલીન નિવાસી અધિક કલેકટર કચેરી, સુરેન્દ્રનગર, વર્ગ-1, હાલ નિવૃત વાળાને તા.15/4ના રોજ કોવીડ-19 રીપોર્ટ નેગેટીવ આવતા કલાક-20/30 વાગ્યે અટક કરી મુદત અંદર આરોપીને દિન-8ના પોલીસ રીમાન્ડ રીપોર્ટ સાથે નામસ્પે.કોર્ટ (ઍ.સી.બી.) સુરેન્દ્રનગર ખાતે રજુ કરેલ અને આ કામે એમ.પી.સભાણી મુખ્ય સરકારી વકીલ સુરેન્દ્રનગર કોર્ટમા કરેલ ધારદાર દલીલો ધ્યાને લઇ કોર્ટે આરોપીના તા.19/4ના કલાક-11 સુધીના રીમાન્ડ મંજુર કરેલ હતા.


આવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા અન્ય કોઇ સરકારી અધિકારી /કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગેના વ્યવહારોની જાણ કરવા એ.સી.બી. કચેરીનો ફોન નં.079-22869228, ફેકસ નં.-079-22866722, ઇ-મેઇલ:ફતમિંશિ-22 લીષફફિિ,ં લજ્ઞદ.શક્ષ વોટસઅપ નંબર 90999 11055, ટોલ ફ્રી નંબર 1064 અથવા રૂબરૂ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદની કચેરીનો વર્તમાન ગાઈડ લાઈન મુજબ સંપર્ક કરી અને માહિતી સી.ડી. અથવા પેનડ્રાઇવમાં મોકલવા નાગરીકોને આહવાન કરવામાં આવે છે. દરમ્યાન આજે આજ રિમાન્ડ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે ફરી એક વખત કોર્ટમાં આ જમીન કૌભાંડ કરનાર નિવાસી અધિક કલેકટર ને હાજર કરવામાં આવશે અને વધુ પૂછપરછ કરવામાં આવશે ત્યારે અનેક સરકારી અધિકારીઓ તથા રાજકારણીઓના નામ ખૂલે તેવી આ જમીન કૌભાંડમાં શક્યતાઓ છે ત્યારે આજે સુરેન્દ્રનગરની કોર્ટમાં ફરી એક વખત નિવાસી કલેકટરને હાજર કરી અને પૂછપરછ કરવામાં આવશે ત્યારબાદ જમીન કૌભાંડની વધુ વિગત બહાર આવશે.


Related News

Loading...
Advertisement