વેગડીની સીમમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઈ: એકની ધરપકડ

20 April 2021 01:57 AM
Dhoraji Crime
  • વેગડીની સીમમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઈ: એકની ધરપકડ

મુદામાલ કબ્જે કરતી પોલીસ

ધોરાજી નજીક ભાદર નદીના કોતરમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજીના પીઆઈ જાડેજાને મળેલ પૂર્વ બાતમીના આધારે ધોરાજીથી 10 કીમી દૂર વેગડી ગામની સીમમાં આવેલ ભાદર નદીના કોતરમાં ધોરાજી પોલીસે રેડ કરી હતી. જેમાં ભકા દેશુર મોરી (રહે. વેગડી વાળો) નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે જયારે બે ઈસમો ફરાર બનેલ છે. ઘટના સ્થળેથી 85 લીટર દેશીદારુ કિંમત રૂા.1700 દારુ બનાવાનો આથો 620 લીટર 1240 રૂા. ગેસના બાટલા 2 નંગ રૂા.2000 ચુલો 100 રૂા. 2 મોટર સાયકલ 19000/- સહીતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવરાહી હાથ ધરી છે. આ બનાવ અંગે જમાદાર હીતેશભાઈ ગરેજા તપાસ ચલાવી રહેલ છે.


Related News

Loading...
Advertisement