મોરબીનાં શનાળા ગામે બાઇક અથડામણ પ્રશ્ર્ને છરી વડે હુમલો

20 April 2021 02:08 AM
Morbi Crime
  • મોરબીનાં શનાળા ગામે બાઇક અથડામણ પ્રશ્ર્ને છરી વડે હુમલો

પાર્કિંગમાં પડેલ બાઇક સાથે બાઇક અથડાતા મામલો ઉગ્ર બન્યો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 19
મોરબી નજીકના શકત શનાળા ગામે આવેલ રાજપર ચોકડીએ ચાની હોટલે ચા પીવા ગયેલ યુવાનને બાઇક પાર્ક કર્યું હતું અને અન્ય યુવાનને આવીને તેના બાઈક સાથે બાઈક અથડાવતા યુવાને કેમ બાઇક અથડાવ્યુ તેમ કહ્યું હતુ. તેથી તેમ કહેનાર યુવાન ઉપર છરી વડે ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


ઉપરોકત બનાવમાં છરી વડે કરાયેલ હુમલાનો ભોગ બનેલા મહિપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.વ.30) ધંધો.ડ્રાઈવીંગ રહે. શકત શનાળા શક્તિ પ્લોટ મોરબી વાળાએ રવુભા બનુભા ઝાલા, યુવરાજસિંહ જાડેજા અને લખધીરસિંહ ઉર્ફે પાંડુ પરમાર રહે.ત્રણેય શકત શનાળા તા.જી.મોરબી સામે મોરબી સીટી એ ડિવિજનમાં ફરીયાદ નોંધાવીને જણાવ્યું હતુ કે તે પોતે પોતાનું મોટર સાયકલ લઈને રવાપર ચોકડી પાસે આવેલ શિવ શક્તિ હોટલે ચા પીવા માટે ગયેલ અને ત્યાં તેમનું મોટર સાયકલ પાર્કિંગમાં પાર્ક કર્યુ હતુ. જેથી રવુભા બનુભા ઝાલા, યુવરાજસિંહ જાડેજા તથા લખધીરસિંહ ઉર્ફે પાંડુ પરમાર ત્રણેય જણા અલગ અલગ મોટર સાયકલ લઇને ત્યાં આવેલ અને લખધીરસિંહએ તેનું મોટર સાયકલ ફરીયાદી મહિપાલસિંહના મોટરસાયકલ સાથે અડાડતા મહિપાલસિંહે કહ્યુ હતુ કે "કેમ મારા મોટર સાયકલ સાથે અડાડેલ...?" જેથી જેમ ફાવે તેમ ગાળો ભાંડીને તેમની સીથે ઝગડો કરીને યુવરાજસિંહ અને લખધીરસિંહે તેમને પકડી રાખેલ અને રવુભાએ તેમના નેફામાંથી છરી કાઢીને મબિપાલસિંહના જમણા પગમાં સાથળના ભાગે એક ઘા મારી ઈજા કરેલ હોય સારવારમાં લઇ જવાયા બાદ ભોગ બનેલ મહિપાલસિંહે ઉપરોકત ત્રણેય હુમલાખોરો સામે ફરીયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ.રાણાએ આગળની તપાસ શરૂ કરેલ છે.


જાતે જ ચેકા મારતા સારવારમાં
મોરબીના સામાકાંઠા ભડીયાદ ગામે રહેતા અલ્પેશ અશોકભાઈ કુરિયા નામના 24 વર્ષીય યુવાને કોઈ કારણોસર પોતાની જાતે જ બ્લેડ વડે હાથના અને શરીરના અન્ય ભાગે ચેકા મારી દીધા હતા જેથી કરીને ઈજાગ્રસ્ત બનેલા અલ્પેશને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે મોરબીના શનાળા બાયપાસ નજીક રહેતા વિનોદ હાદાભાઈ પરમાર નામના 24 વર્ષીય યુવાનને સિવિલના ચોકમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેને સારવારમાં લઇ જવાયો હતો.


ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાઘેર નામના 25 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લીધુ હતુ જેથી કરીને તેને સારવાર માટે સિનિલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના સબળસિંહ સોલંકીએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement