જામનગરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

20 April 2021 03:34 AM
Jamnagar Crime
  • જામનગરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

જામનગર તા.19: જામનગરમાં ખાખીનગર વિસ્તારમાં વાવ પાસે જાહેર ચોકમાં જુગાર રમી રહેલા સાત શખ્સોને સીટી સી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે. આ તમામ શખ્સોના કબ્જામાંથી પોલીસે રૂા.10,400ની રોકડ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જામનગરમાં વામ્બે ખાખી નગર વાવ પાસે અમુક શખ્સો જુગાર રમતા હોવાની સીટી સી ડિવિઝન પોલીસને ચોક્કસ હક્કિત મળી હતી આ હક્કિતના આધારે ડી સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં ગઇકાલે સાંજે સાડા પાંચેક વાગ્યે જાહેરમાં જુગાર રમી રહેલા અરજણભાઇ ધનાભાઇ ચાવડા, રત્નાભાઇ હરજીભાઇ કણજારીયા, ભીમાભાઇ રાયશીભાઇ બડીયાવદરા, ગોવિંદભાઇ રામભાઇ કરમુર, રામભાઇ કોલાભાઇ વસરા, પીઠાભાઇ મુરૂભાઇ કંડોળીયા, જગદીશભાઇ રામશીભાઇ લગારીયા નામના શખ્સોને પોલીસે આંતરી લીધા આ તમામ શખ્સોના કબ્જામાંથી પોલીસે રૂા.10,400ની રોકડ કબ્જે કરી અટકાયત કરી હતી. તમામ શખ્સો સામે પોલીસે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી હતી.


Related News

Loading...
Advertisement