સુખદ આંચકો ! રવિવારે ચૌધરી ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સની એક કિલોમીટરથી વધુની લાંબી લાઈન, આજે બધું ‘ક્લિયર’

20 April 2021 05:17 AM
Rajkot Top News
  • સુખદ આંચકો ! રવિવારે ચૌધરી ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સની એક કિલોમીટરથી વધુની લાંબી લાઈન, આજે બધું ‘ક્લિયર’

રાજકોટમાં છેલ્લા એક પખવાડિયાથી કેસમાં જોરદાર વધારો નોંધાઈ રહ્યો હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓ રીતસરના રઝળપાટ કરી રહ્યા છે અને 108 સહિતની એમ્બ્યુલન્સોની લાંબી લાંબી કતાર લાગેલી જોવા મળે છે. દરમિયાન ગઈકાલે સિવિલ હોસ્પિટલના ગેઈટથી લઈ ચૌધરી હાઈસ્કૂલના ગેટ સુધીમાં એમ્બ્યુલન્સી અંદાજે એક કિલોમીટરથી વધુની લાંબી લાઈન લાગી જતાં દોડધામ મચી જવા પામી હતી. બીજી બાજુ આજે સુખદ આંચકો મળી રહ્યો હોય તેવી રીતે ગ્રાઉન્ડમાં એક પણ એમ્બ્યુલન્સ જોવા ન મળતાં આશ્ચર્ય સાથે લોકો પૂૂછપરછ કરતાં થઈ ગયા હતા કે લાઈન ક્યાં ગઈ ? જો કે લાઈન ન લાગે તે વાત અત્યંત સારી છે અને પ્રભુ કાયમ માટે આવા જ દ્રશ્યો રાખે તેવી પણ લોકો પ્રાર્થના કરતાં થઈ ગયા છે.


Related News

Loading...
Advertisement