દિલ્હીમાં લોકડાઉન જાહેર થતા જ બજારોમાં જબરી ભીડ

20 April 2021 05:23 AM
India Top News
  • દિલ્હીમાં લોકડાઉન જાહેર થતા જ બજારોમાં જબરી ભીડ

પાટનગરમાંથી પરપ્રાંતીયોની હિજરત ઝડપી બની: પાડોશી રાજયમાં પહોંચી જવા દૌટ : રવિવારે પાટનગરમાં સેંકડો લગ્નો: ઈ-પાસ અપાશે પણ વ્યવસ્થા અંગે હજુ પ્રશ્ન : શરાબની દુકાનો પર કતારો લાગી ગઈ: આવશ્યક ચીજો સહિતની દુકાનોમાં ખરીદી કરવા લોકો ઉમટયા

નવી દિલ્હી: દેશના પાટનગર દિલ્હીમાં આજે રાત્રીથી છ દિવસનું લોકડાઉન જાહેર થતા જ અફડાતફડી મચી ગઈ હતી. એક તરફ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાંથી પરપ્રાંતીય કામદારોની હિજરત વધુ ઝડપી બની હતી તથા સૌ કોઈ દિલ્હીની હદ છોડવા માટે ઉતાવળીયા બની ગયા હોવાના દ્રશ્ય જોવા મળ્યા હતા.

પાડોશી રાજયમાં લોકડાઉન થયુ હોવાથી ત્યાં પહોંચીને પછી વતન જઈ શકાશે તેવી ધારણાથી દિલ્હીના ખાનગી, સરકાર બસસ્ટેશનો તથા રેલ્વે સ્ટેશન અને હાઈવે પર જબરી ભીડ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરપ્રાંતીયોને દિલ્હી નહી છોડવા વિનંતી કરી છે પણ તે કામ લાગી નથી તો બીજી તરફ લોકડાઉનમાં શરાબની દુકાનો બંધ રહેવાની હોવાથી પાટનગરમાં શરાબ શોપ સામે લાંબી લાઈન લાગી ગઈ હતી અને લોકો થેલી ભરીને બોટલો લઈ જવાની વેતરણમાં હતા.

દિલ્હીમાં લોકડાઉન આવી શકે છે તેવા અહેવાલથી જ બજારોમાં જબરી ભીડ શરુ થઈ ગઈ હતી અને લોકો આવશ્યક ચીજોની ખરીદી માટે દોટ મુકી હતી તમામ શોપીંગ સેન્ટરોમાં તથા શાકભાજીના બજારોમાં જબરી ભીડ સર્જાઈ ગઈ છે. કયાંય સોશ્યલ ડીસ્ટન્સ કે માસ્કનું પાલન થતુ ન હતું. આ ઉપરાંત દિલ્હીમાં લોકડાઉનના કારણે હવે લગ્ન સમારોહમાં ફરી મુશ્કેલી સર્જાશે. મુખ્યમંત્રી શ્રી કેજરીવાલ લગ્ન માટે ઈ-પાસ અપાશે તેવી જાહેરાત કરી છે

પણ કેટરસ વિ.ના ધંધાર્થીઓને પાસ કઈ રીતે મળશે તે પણ પ્રશ્ર્ન છે. તા.25ના રોજ દિલ્હીમાં સેંકડો લગ્નના આયોજનો છે. ફકત 100 લોકોને જ હાજરીની છૂટ છે તથા લગ્ન હોય કે પાર્ટીપ્લોટમાં કોરોના પ્રોટોકોલ જાળવવા ખાસ તાકીદ થઈ છે.


Related News

Loading...
Advertisement