હવે બાળકોને મોજ કરાવશે ‘તારક મહેતા કા છોટા ચશ્મા’એનિમેશન સ્વરૂપમાં

20 April 2021 05:25 AM
Entertainment
  • હવે બાળકોને મોજ કરાવશે ‘તારક મહેતા કા છોટા ચશ્મા’એનિમેશન સ્વરૂપમાં

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો જાતજાતના સાહસો ખેડતા જોવા મળશે

મુંબઈ: વર્ષો સુધી સોની ટીવી પર લોકપ્રિયતાનાં શિખરો હાંસલ કરનાર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે બાળકો માટે એક નવા અવતારમાં એટલે કે એનીમેશન સ્વરૂપમાં જોવા મળશે. આ શોનું ટાઈટલ છે તારક મહેતા કા છોટા ચશ્મા’ આ શોમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્માના’ના લોકપ્રિય પાત્રો એનિમેશન કાર્ટુન સ્વરૂપમાં બાળકોને ફેન્ટેસ્ટીક ટ્રીપ કરાવશે. આજથી એટલે કે 19 મી એપ્રિલથી જ દર સોમવારથી શુક્રવારે સવારે 11-30 થી સોની ટીવી પર આ શો પ્રસારીત થશે.આ શોમાં ગોકુલધામનાં પાત્રો-જેઠાલાલ, દયાભાભી, ચંપક ચાચા, બબીતાજી, ટપુસેના સહીતનાં પાત્રો એનિમેશન ફોર્મમાં તોફાની સાહસો ખેડતા નજરે પડશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સર્જક આસીત કુમાર મોદી જણાવે છે કે તારક મહેતા કા છોટા ચશ્મા એ બધા બાળકો માટે ભેટ છે કે જેઓ ગોકુલધામમાં પોતાની કલ્પનાઓનાં રંગમાં મોજ માણશે.


Related News

Loading...
Advertisement