કેટરીના કૈફ, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ કોરોનાથી મુકત

20 April 2021 05:28 AM
Entertainment
  • કેટરીના કૈફ, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ કોરોનાથી મુકત

કોરોના પોઝીટીવ આવેલા સ્ટાર્સે હવે નેગેટીવ હોવાના ખબર આપ્યા

મુંબઈ: કેટરીના કૈફ, ભૂમિ પેડનેકર, વિકી કૌશલના ચાહકો માટે ગુડ ન્યુઝ છે. કેટલાક દિવસો પહેલા કોરોનાની ઝપટમાં આવેલા આ સિતારાઓ હવે કોરોનામુકત થયા છે. હાલમાં જ વિકી કૌશલનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.હવે કેટરીના કૈફનો કોરોના રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે.તેણે સોશ્યલ મીડીયા પર આ ખુશખબર શેર કરીને સાથ આપનાર લોકોનો આભાર માન્યો છે.કેટરીનાએ લખ્યુ છે કે નેગેટીવ એ બધા લોકો કે જેમણે આ સમય દરમ્યાન મારૂ ધ્યાન રાખ્યુ તેમનો આભાર. ભૂમિ પેડનેકરે ઈન્સ્ટ્રાગ્રામ પર પોતે કોરોના નેગેટીવ હોવાની જાણકારી શેર કરી હતી. તો વિકી કૌશલે પણ ફેન્સને જણાવ્યું હતું કે તેનો કોવીડ ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.


Related News

Loading...
Advertisement