‘ગંગુબાઈ કાઠીયાવાડી’ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ માટે મોટી રકમની ઓફર?

20 April 2021 05:29 AM
Entertainment
  • ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ માટે મોટી રકમની ઓફર?

ઓફર પર ભણશાલી ગંભીરતાથી વિચારતા હોવાના અહેવાલો

મુંબઈ:
કોરોનાની બીજી લહેરના કારણે દેશનાં અનેક રાજયોમાં વીક એન્ડ લોકડાઉન નાઈટ કફર્યુનાં કારણે આગામી અનેક ફીલ્મોની રીલીઝ અટકી ગઈ છે. આ ફીલ્મોમાં થૈલેવી, સુર્યવંશી, સહીતની ફીલ્મો છે.

સંજયલીલા ભણશાળીની આલીયા ભટ્ટ સ્ટારર ફીલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીની રિલીઝ પણ અટકી છે. જે 30 મી જુલાઈ 2021 ના રીલીઝ થનાર હતી. હવે એવા અહેવાલો જાણવા મળ્યા છે કે ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટે સંજયલીલા ભણશાલીને ભારે મોટી રકમની ઓફર મળી છે.

આ રકમ એટલી મોટી છે કે આખા ગામને બે વર્ષ માટે ભોજન કરાવી શકાય. હાલના સંજોગોમાં ભણશાલી માટે ફિલ્મની રીલીઝ માટે કોઈ વિકલ્પ નથી હાલ ભણશાળી આ મામલે ગંભીરતાથી વિચાર રહ્યા હોય તેવું જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે ગંગુબાઈ કાઠીયાવાડીનું ટ્રેલર 24 મી જાન્યુઆરીએ રીલીઝ થયુ હતું.


Related News

Loading...
Advertisement