ધર્મેન્દ્રની તબિયત અને હાલની સ્થિતિને લઈને ‘અપને-2’નું શુટીંગ મોકુફ

20 April 2021 05:31 AM
Entertainment
  • ધર્મેન્દ્રની તબિયત અને હાલની સ્થિતિને લઈને ‘અપને-2’નું શુટીંગ મોકુફ

અપને 2 માં દેઓલ પરિવારની ત્રણ પેઢી

મુંબઈ: દેઓલ પરિવારની સુપરહીટ ફિલ્મ ‘અપને’ની સિકવલ ‘અપને-2’નુ શુટીંગ કોરોનાની બીજી ખતરનાક લહેર અને ધર્મેન્દ્રનાં સ્વાસ્થ્યને લઈને હાલ ટાળવામાં આવ્યુ છે. ધર્મેન્દ્રની વયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મનાં નિર્દેશક અનિલ શર્માએ જણાવ્યું હતું કે શુટીંગને મોકુફ રખાયુ છે.આમ ધર્મેન્દ્રનાં સ્વાસ્થ્યને લઈને કરવામાં આવ્યું છે. લંડનમાં ફિલ્મનાં શુટીંગનું પહેલુ શિડયુલ જુલાઈમાં થવાનું હતું. ત્યારબાદ પંજાબ અને મુંબઈમાં ફિલ્મનાં શુટીંગનું શિડયુલ હતું. ઉલ્લેખનીય છે કે ફિલ્મ અપનેમાં ધર્મેન્દ્ર, સન્ની દેઓલ અને બોબી દેઓલે કામ કર્યું હતું. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. અપનેની જેમ સિકવલ અપને-2 ની સ્ટોરીમાં એકશન ડ્રામાં અને ઈમોશન છે. અપને-2માં સન્નીનો પુત્ર કરણ દેઓલ પણ નજરે પડી શકે છે.


Related News

Loading...
Advertisement