કોરોના તમારી ચિંતા: અમિત શાહ અને જે.પી.નડ્ડાએ પ.બંગાળમાં પ્રચાર ચાલુ રાખ્યો

20 April 2021 06:02 AM
India
  • કોરોના તમારી ચિંતા: અમિત શાહ અને જે.પી.નડ્ડાએ પ.બંગાળમાં પ્રચાર ચાલુ રાખ્યો

અમિત શાહની એક જ દિવસમાં ચાર રેલી-સભા

કોલકતા:
પ.બંગાળમાં કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તૃણમુલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોરોના સંક્રમણ જોતા જાહેર પ્રચારને રદ કર્યો છે પણ ભાજપના બે વરિષ્ઠ નેતાઓ ગૃહમંત્રી અમીત શાહ તથા પક્ષના અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે બે-બે રેલીઓ કરી રહ્યા છે તથા રોડ શો પણ યોજી રહ્યા છે. મમતા બેનરજીએ આજે ફરી એક વખત ચૂંટણીપંચને આખરી તબકકાનું મતદાન હવે એક જ તબકકામાં યોજીને ચૂંટણી પુરી કરવાની માંગ કરી છે. ગૃહમંત્રી અમીત શાહ આજે સવારે પાંડવેશ્વરમાં 11 વાગ્યે અને ચકુલીયામાં 1.30 વાગ્યે, કાલીગંજમાં 2.45 કલાકે અને બેલુરઘાટમાં 4 વાગ્યે સભા રોડ-શો કરી રહ્યા છે. જે.પી.નડ્ડા પણ 2 રોડ શો કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement