મહારાષ્ટ્ર પણ પુર્ણ લોકડાઉન ભણી!

20 April 2021 06:07 AM
India Maharashtra
  • મહારાષ્ટ્ર પણ પુર્ણ લોકડાઉન ભણી!

દરેક જીલ્લા મુજબ પરિસ્થિતિની સમીક્ષા કરતી સરકાર: અર્ધ લોકડાઉનમાં પણ કેસ વધે છે

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ વધતા અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં જે રીતે અર્ધ લોકડાઉનની સ્થિતિ હોવા છતાં જે રીતે કોરોના સંક્રમણ વધતું જાય છે તેનાથી હવે દિલ્હી બાદ મહારાષ્ટ્ર પણ પુર્ણ લોકડાઉન ભણી આગળ વધી રહ્યું હોવાના સંકેત મળ્યા છે અને મુંબઈમાં ખાસ કોરોનાની ચિંતા વધી ગઈ છે. રાજયમાં અનેક જીલ્લા વહીવટીતંત્રએ લોકડાઉનમાં વધુ નિયંત્રણો જારી કર્યા છે અને વધુને વધુ નિયંત્રણો છતાં પણ કેસ વધતા જાય છે. આવશ્યક ચીજોની દુકાનો પણ મર્યાદીત સમય જ ખુલ્લી રાખવાનો આદેશ છે. રત્નાગીરીમાં આવશ્યક ચીજોની ફકત હોમ ડીલીવરીની છૂટ છે. મહારાષ્ટ્ર સરકાર હાલ દરેક જીલ્લાનો તાગ મેળવી રહી છે. મુંબઈ ઉપરાંત પોવઈ, ભાંડુપ અને અન્ય મહાપાલિકાઓ પણ નિયંત્રણો વધારી રહી છે.


Related News

Loading...
Advertisement