હવે કોરોના દર્દીઓ માટે આર્મીની હોસ્પીટલ પણ ખુલ્લી કરવાની તૈયારી

20 April 2021 06:11 AM
India
  • હવે કોરોના દર્દીઓ માટે આર્મીની હોસ્પીટલ પણ ખુલ્લી કરવાની તૈયારી

રાજયોની જરૂરિયાત મુજબ ખોલવામાં આવશે

નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણ તથા હોસ્પીટલ બેડ જે રીતે ઘટી રહી છે તેનાથી હવે સરકારે દેશભરની આર્મી હોસ્પીટલોને પણ સામાન્ય લોકોના કોરોના સહિતના દર્દીઓની સારવાર માટે ખુલ્લી કરવા નિર્ણય લીધો છે અને આર્મી હોસ્પીટલોમાં ખાસ વોર્ડ ઉભા કરશે. કેન્દ્રના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘે આ અંગે આર્મીના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જે જે રાજય સરકારની માંગણી આવે તેના પછી આર્મીની આવશ્યકતાને ધ્યાનમાં લઈને સિવિલિયનની સારવાર માટે હોસ્પીટલો ખુલ્લી કરવા માટે જણાવ્યું છે. જો કે આર્મીના તબીબો અને પેરામેડીકલ સ્ટાફ જ કરશે.


Related News

Loading...
Advertisement