કોરોનાગ્રસ્ત દર્દીને ઇન્જેક્શન આપવાના બહાને છેતરપિંડી કરવાના પ્રયાસમાં આરોપી જામીનમુક્ત

20 April 2021 06:43 AM
Rajkot Crime
  • કોરોનાગ્રસ્ત દર્દીને ઇન્જેક્શન આપવાના બહાને છેતરપિંડી કરવાના પ્રયાસમાં આરોપી જામીનમુક્ત

રાજકોટ, તા. 19
શહેરની સરકારી કોરોના હોસ્પિટલમાં સારવાર લેતા કોરોનાગસ્ત દર્દીને ઇન્જેક્શન આપવાના બહાને દર્દીના સગા સાથે છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છેઆ કેસની વિગત મુજબ શહેરમાં આવેલ લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા જેન્તીભાઈ ત્રિભુવનભાઈ શીશાગીયાએ પોલીસ દફતરે એ મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમની ભાણેજ ઉર્મિલાબેન કોરોના સંક્રમિત થતા સરકારી કોરોના હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા જ્યાં મયુર હસમુખભાઈ ગોસાઈ નામના શખ્સે જેન્તીભાઈ શીશાગીયાનો સંપર્ક કરી તેમની ભાણેજને ટોસિલિઝુમેબ નામનું ઇન્જેક્શન આપવાનું હોવાનું કહી પૈસા પડાવવા ખેલ નાખ્યો હતો અને સંજય બચુ ગોસ્વામી નામના શખ્સે ડોક્ટરની ખોટી ઓળખ આપી પૈસા પડાવવા છેતરપીંડીનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે મયુર ગોસાઈ ધરપકડ કરી હતી છેતરપિંડી અચરવાના પ્રયાસના ગુનામાં મયુર ગોસાઈએ પોતાના એડ્વોકેટ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા કોર્ટે બન્ને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઇ આરોપી મયુર ગોસાઈને રૂ.25 હજારના શરતી જામીન ઉપર જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં આરોપી મયુર ગોસાઈ વતી એડવોકેટ બકુલ રાજાણી, અશ્વિન ગોસાઈ, કોમલ રાવલ અને પ્રકાશ પરમાર રોકાયા હતા.


Related News

Loading...
Advertisement