યુનિવર્સિટી રોડ જલારામનગરમાં રહેતો કલ્પેશ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ઝડપાયો

20 April 2021 06:46 AM
Rajkot Crime
  • યુનિવર્સિટી રોડ જલારામનગરમાં રહેતો કલ્પેશ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ઝડપાયો

કન્સ્ટ્રકશન કામ કરતો શખ્સ મોબાઈલમાં આઈડી બનાવી સટ્ટો રમતો’તો: રૂા.25 હજારનો મુદામાલ કબ્જે

રાજકોટ તા.19
યુનિવર્સિટી રોડ જલારામનગર સોસાયટી શેરી નં.4માં રહેતા અને ક્ધસ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા શખ્સને આઈપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા ક્રાઈમ બ્રાંચે દબોચી તેની પાસેથી રૂા.25 હજારનો મોબાઈલ કબ્જે કર્યો છે.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, યુનિવર્સિટી રોડ જલારામનગર સોસાયટી શેરી નં.4માં રહેતા કલ્પેશ ધનવંતરાય શાહ (ઉ.વ.50) નામનો શખ્સ પોતાના મોબાઈલમાં વેબસાઈટ મારફતે આઈડી બનાવી આઈપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ પી.બી.જેબલીયા અને હેડકોન્સ્ટેબલ વિક્રાંતભાઈ ગમારા સહિતના સ્ટાફે કલ્પેશને દબોચી લીધો હતો. તેની પાસેથી રૂા.25 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ કલ્પેશ ક્ધસ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement