હવે ભાજપને ‘ટયુબલાઈટ’: મારૂ પેજ કોરોના મુક્ત ઈલેવન: કવોરન્ટાઈન સેન્ટર બનાવો: પાટીલ

20 April 2021 06:48 AM
Gujarat Rajkot
  • હવે ભાજપને ‘ટયુબલાઈટ’: મારૂ પેજ કોરોના મુક્ત ઈલેવન: કવોરન્ટાઈન સેન્ટર બનાવો: પાટીલ

રાજકોટ જીલ્લા ભાજપના અગ્રણીએ કાન ખેંચ્યા બાદ સાંસદો-ધારાસભ્યોને ‘મેદાન’માં આવવા સૂચના

રાજકોટ: ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ અને તેમાં રાજયમાં યોજાયેલી ચૂંટણી તથા જાહેર આયોજનોમાં ભાજપ દ્વારા જ કોરોના પ્રોટોકોલના ખુલ્લેઆમ ભંગ વચ્ચે હવે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષના પેજ પ્રમુખોને મેદાનમાં ઉતાર્યા છે અને ‘મારૂ પેજ કોરોના મુક્ત’ અભિયાન શરૂ કરશે. હાલમાં જ રાજકોટ જીલ્લા ભાજપના અગ્રણી ચેતનભાઈ રામાણીએ લોકોએ ખોબેખોબે મત આપ્યા છે તો આ કપરા સમયે લોકોની મદદે આવે તેવી આકરી ટકોર કરી હતી તેનો પડઘો પડયો છે.

ગઈકાલે પક્ષના હોદેદારો ઉપરાંત સ્થાનિક સ્વરાજયની સંસ્થાની પક્ષના અધિકારીઓ સાથેની એક વર્ચ્યુઅલ બેઠકમાં તેઓએ મારુ પેજ કોરોના મુક્ત અભિયાન છેડવા જાહેરાત કરી છે અને પક્ષની ચૂંટાયેલી પાંખને તેમના વિસ્તારના પેજ સમીતીના સભ્યો અને તેના પરિવારની કાળજી લેવા અને એનજીઓ વિ. સાથે સહયોગ કરીને કોવિડ કેર સેન્ટર ચાલુ કરવા જણાવ્યું છે. તેઓએ બુથ લેવલે આ પ્રકારની કાર્યવાહી કરવા જણાવ્યું હતું

તથા દરેક ધારાસભ્યો અને સાંસદો તેમના મતક્ષેત્રમાં 100 બેડના આઈસોલેશન સેન્ટર ચાલુ કરે અને ત્યાં જે પરિવારને આઈસોલેશનની સુવિધા ન હોય તેઓને મદદરૂપ થાય તેવી સૂચના આપી છે તથા જેના નિવાસે એકલા વ્યક્તિ કોરેન્ટાઈન હોય તેના માટે ભોજનની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.ઉપરાંત સરકારી અને ખાનગી હોસ્પીટલમાં ખાલી બેડ, વેન્ટીલેટર સહિતની બેડની સ્થિતિ ઓકસીજન ફ્રી મળે તે જોવા સંગઠનને જણાવ્યું છે અને ડોકટર સેલ તથા નિવૃત તબીબોની સેવા લેવા જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement