મનમોહનની સલાહ પર હર્ષવર્ધન ભડકયા: જવાબમાં વિવેક ચૂકી ગયા

20 April 2021 06:49 AM
India Politics
  • મનમોહનની સલાહ પર હર્ષવર્ધન ભડકયા: જવાબમાં વિવેક ચૂકી ગયા

તમારી સલાહ પુર્વે જ વેકસીન આયાતનો નિર્ણય લીધો છે: કોંગ્રેસને સલાહ આપો

નવી દિલ્હી: કોરોના કાળમાં વેકસીન સહિતના મુદે સર્જાયેલી સમસ્યામાં પુર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંઘે સરકારને કરેલા સૂચનોથી છેડાયેલા આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જવાબ આપતા કહ્યું હતું કે ઈતિહાસ આપના માટે બહેતર હોત જો આપના રચનાત્મક સહયોગ અને કિંમતી સલાહ પર આપના પક્ષે કામ કર્યુૂ હોત. શ્રી હર્ષવર્ધને તેમના પત્રમાં ડો. મનમોહનસિંઘની ‘ભુલ’ દર્શાવી હતી અને ડો. સિંઘે વેકસીન આયાત કરવા જે સલાહ આપી હતી તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમારી સલાહ પુર્વે જ અમોએ તેનો અમલ કરી લીધો છે. તેઓએ 18 એપ્રિલ સલાહ આપી પણ 17 એપ્રીલે જ વેકસીન આયાતની મંજુરી મળી હતી. આપના માટે આ પત્ર લખનારને પુરી માહિતી ન હતી તે સ્પષ્ટ થાય છે. તેઓએ દેશમાં ઉત્પાદન વધારવા માટે સલાહ મળી છે પણ તમારા પક્ષના નેતાઓ તેવું માનતા નથી અને તેઓએ દેશના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી નથી.


Related News

Loading...
Advertisement