કોરોના સાવધાની: મમતા હવે કોલકતામાં પ્રચાર નહી કરે

20 April 2021 06:50 AM
India
  • કોરોના સાવધાની: મમતા હવે કોલકતામાં પ્રચાર નહી કરે

કોલકતા: પ.બંગાળમાં કોરોનાના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તથા યુવા નેતા રાહુલ ગાંધીએ રાજયમાં તેમની રેલી રદ કર્યા બાદ તૃણમુલ કોંગ્રેસના વડા તથા રાજયના પુર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ કોલકતામાં કોઈ રેલી નહી યોજવા જાહેરાત કરી છે. મમતા બેનરજીએ અગાઉ ચૂંટણીપંચને ત્રણ તબકકાનું મતદાન એક જ સાથે એક જ તબકકામાં યોજવા માટે ચૂંટણીપંચને વિનંતી કરી હતી પણ પંચે તે સ્વીકારી નથી. જો કે પ્રચારનો થોડો ટુંકાવાય છે. પ.બંગાળમાં તા.22-26 અને 29 એપ્રિલે મતદાન થવાનું છે. જેમાં કોલકતાની ધારાસભા બેઠકોનો પણ સમાવેશ થાય છે પણ હવે મમતા બેનરજી કોઈ રેલી આ મહાનગરમાં નહી યોજે. કોઈપણ પ્રચાર 30 મીનીટનો જ ટુંકો હશે અને તેમાં પણ ઓછામાં ઓછા લોકોનો સમાવેશ કરાશે.


Related News

Loading...
Advertisement