બામણબોર ટોલનાકા પાસેથી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો : ચાલક ફરાર

20 April 2021 06:51 AM
Surendaranagar Crime
  • બામણબોર ટોલનાકા પાસેથી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો : ચાલક ફરાર

રૂા.38,400ની 96 વિદેશી દારૂની બોટલ અને કાર સહિત રૂા.4.88 લાખનો મુદામાલ કબજે કરતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ તા. 19 : ચોટીલા હાઇવે જુના બામણબોર ટોલનાકા પાસેથી ક્રાઇમ બ્રાન્ચને પેટ્રોલીંગ દરમ્યાન દારુ ભરેલી કાર મળી આવી હતી જયાં ચાલક ફરાર થયો હતો. કારમાંથી રૂ.38400ની 96 વીદેશી દારુની બોટલ કબજે લીધી હતી. તેમજ કાર સહીત રૂ.4.88 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ-ચોટીલા હાઇવે જુના બામણબોર ટોલનાકા પાસે જીજે 14 ઇ 5665 નંબરની સેવરોલેટ ક્રુઝ કારમાં વીદેશી દારુનો સપ્લાય થતો હોવાની બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચનાં પીએસઆઇ એસ.વી. સાખરા, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઇ, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા અને સંજયભાઇ ચાવડા સહીતના સ્ટાફે કારનો પીછો કરતા ચાલક કાર રેઢી મુકી ફરાર થયો હતો.
કારની ઝડતી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો વીદેશી દારુ મળી આવ્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચાલકની શોધખોળ આદરી છે અને દારુની 96 બોટલ રૂ.38400 તેમજ કાર સહીત રૂ.4.88 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.


Related News

Loading...
Advertisement