કોરોનાની બીજી લહેરથી અર્થતંત્રમાં ફરી અનિશ્ચીતતા: નિતી આયોગ

20 April 2021 06:52 AM
India
  • કોરોનાની બીજી લહેરથી અર્થતંત્રમાં ફરી અનિશ્ચીતતા: નિતી આયોગ

રોકાણ સહિતના અનુમાનોમાં ફેરફાર થશે

નવી દિલ્હી તા.19
નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ રાજીવકુમારે એવુ સ્પષ્ટ કર્યુ હતું કે કોરોનાની નવી વર્તમાન લહેરને પગલે આર્થિક અનિશ્ર્ચિતતા માટે તૈયાર રહેવુ પડશે. જોકે અર્થતંત્રને અસર રોકવા માટે જરૂરી રાજકોષિય કદમ ઉઠાવાશે.

પ્રવર્તમાન લહેરની અસરથી ગત વર્ષની તુલનાએ હાલત વધુ કઠીન થઈ છે. છતાં 31 માર્ચ 2022 ના પૂર્ણ થનારા નાણાકીય વર્ષનો વિકાસ દર 11 ટકા રહેવાનો વિશ્વાસ છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી અનેક રાજયોએ નિયંત્રણો લાગુ પાડયા છે. ભારત કોરોના સામેનો જંગ જીતવાના આરે હતું પરંતુ બ્રિટન તથા અન્ય દેશોનો વાયરસ ફેલાતા હાલ વણસી છે.સર્વીસ જેવા ક્ષેત્રો પર વ્યસન છે. આર્થિક વાતાવરણ પણ અનિશ્ચીત બનવાનું જોખમ છે.

આર્થિક પ્રવૃતિઓ પર અપ્રત્યક્ષ પ્રભાવ પડશે.આ સંજોગોમાં ગ્રાહક તથા રોકાણ અનુમાન એમ બન્ને મોરચે અધિક અનિશ્ચીતતાનો પડકાર ઝેલવો પડશે. નાણા મંત્રાલય કોરોનાની વર્તમાન લહેરની અર્થતંત્ર પર અસરનું વિશ્લેષણ કરે ત્યારબાદ આર્થિક પ્રોત્સાહન પેકેજ પર કોઈ નિર્ણય થઈ શકે. સરકાર રાજકોષિય કદમ ઉઠાવશે તેનો ભરોસો છે.


Related News

Loading...
Advertisement