આર્થિક ભીંસમાં આવેલા કારખાનેદારે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટમાં લખ્યુ: સરકાર સાચા આંકડા જાહેર નથી કરતી

20 April 2021 06:57 AM
Rajkot Crime
  • આર્થિક ભીંસમાં આવેલા કારખાનેદારે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટમાં લખ્યુ: સરકાર સાચા આંકડા જાહેર નથી કરતી
  • આર્થિક ભીંસમાં આવેલા કારખાનેદારે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટમાં લખ્યુ: સરકાર સાચા આંકડા જાહેર નથી કરતી
  • આર્થિક ભીંસમાં આવેલા કારખાનેદારે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટમાં લખ્યુ: સરકાર સાચા આંકડા જાહેર નથી કરતી

લોકડાઉનમાં પાડોશીએ મદદ કરી, ભગવાન તમામ પાડોશીઓનું ભલુ કરે : દેવપરામાં રહેતા અને વિવેકાનંદ નગરમાં ફર્નીચરનું કારખાનું ધરાવતાં વિરેન્દ્ર પરમારે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી : મૃતક વિરેન્દ્રભાઈએ સ્યુસાઈડ નોટમાં પોતાની પીડા વ્યકત કરી છોકરો એક મહિનો સ્કુલે નથી ગયો છતાં એક વર્ષની ફી ભરવાની, લોનના હપ્તા ભરવા કે પરિવારનું ગુજરાન ચલાવવુ : હવે હું થાકી ગયો છુ, સહન કરવાનું હતું તેટલુ કર્યુ હવે આ તકલીફોની એક જ દવા છે ‘મોત’:હૈયુ કંપાવતા સ્યુસાઈડ નોટના શબ્દો

રાજકોટ તા.19
કોરોના મહામારીની માઠી અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી છે. મુખ્યત્વે આર્થિક અસરોથી માનવી ભાંગી પડયો છે અને તેના કારણે આત્મહત્યાનાં અનેક બનાવો બની રહ્યા છે.

શહેરનાં દેવપરામાં રહેતા કારખાનેદાર વિરેન્દ્રભાઈ રમેશભાઈ પરમાર ઉ.વ.46 એ ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. તેમણે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવતા જાણવા મળ્યુ કે, આર્થિક ભીંસના કારણે આ અંતિમ પગલુ ભર્યું હતુ. બનાવની પ્રાપ્ત વિગત મૂજબ શહેરની શાક માર્કેટ પાસે પટેલ બેકરી વાળી શેરીમાં રહેતા વિરેન્દ્રભાઈ પરમારે ગઈકાલે સાંજે પોતાના ઘેર ઉપરના માળે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

તેઓ ઉપર સુવા જવીનું કહીને ગયા હતા. જેથી તેમના પત્નિ ઉપર ઉઠાડવા માટે ગયા ત્યારે દરવાજો અંદરથી બંધ હોવાથી દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો ન ખોલતા કંઈક અજુગતુ થયાનો ખ્યાલ આવ્યો હતો જેથી પરિવારજનો અને આસપાસમાં રહેતા લોકોને બોલાવી દરવાજો તોડવામાં આવતા વિરેન્દ્રભાઈનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. દ્રશ્ય જોઈ વિરેન્દ્રભાઈના પત્નિ હૈયાફાટ રૂદન કરવા લાગ્યા હતા.વાતાવરણ ગમગીન બની ગયુ હતું.

હાજર લોકોએ 108 માં ફોન કરતા ઈએમટી પિયુષભાઈ એમ્બ્યુલન્સ સાથે દોડી આવ્યા હતા. વિરેન્દ્રભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા અને પોલીસ ક્ધટ્રોલમાં જાણ કરી હતી. કન્ટ્રોલનાં ઈન્ચાર્જ પીએસઆઈ વી.જે.કડછાએ ભકિતનગર પોલીસને માહીતી આપતા પીએસઆઈ ડી.એ.ધાંધલીયા અને સ્ટાફ દોડી આવ્યો હતો. પંચનામું અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકનાં રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જે પોલીસે કબ્જે કરી હતી.

સ્યુસાઈડ નોટનો સાર
મૃતક મહેન્દ્રભાઈએ પોતાની સ્યુસાઈડ નોટમાં લખ્યુ હતું કે લોકડાઉનને એક વર્ષ પુર્ણ થયુ પણ મારી જીંદગી હજૂ ત્યાંજ થંભી રહી છે. લોકડાઉનમાં મારૂ કારખાનું ઓમ ફર્નીચર બંધ થઈ ગયુ જેટલા માણસો કોરોનામાં નથી મર્યા તેટલા માણસો સ્યુસાઈડ કરીને મર્યા છે. પણ આદેશની સરકાર સાચા આંકડા સામે લાવતી નથી. લોનના હપ્તા, ગાડીના હપ્તા, અને ક્રેડીટ કાર્ડનાં પૈસા ભરવાનાં ધંધો ચાલતો નથી

તો કયાંથી પૈસા ભરવા, ઘરમાં ખાવાનું કરવુ કે આ બધા હપ્તા ભરવા 1 મહિનો છોકરો નિશાળે ગયો નથી છતા આખા વર્ષની ફી ભરવાની હું અત્યારે ખુબ આર્થિક ભીંસમા આવી ગયો છું. મારી પત્નિને પણ કામે જવુ પડે છે. અત્યાર સુધી જેમ તેમ ચલાવ્યુ, હવે મારાથી આ બોજ ઉપડતો નથી. હવે હું થાકી ગયો છું જેટલુ સહન કરવાનું હતુ તેટલુ કર્યું આ બધી તકલીફોની એક જ દવા છે મો આ એવો રસ્તો છે જયાં તમારી બધી તકલીફ પુરી થઈ જાય છે મારે જયારે સારૂ હતું

ત્યારે મે બધાને મદદ કરી છે પણ આજે જયારે મારે મદદની જરૂર હતી ત્યારે મને કોઈ મદદ કરતું નથી.જયાં પૈસા માંગવાના હોય ત્યાં માંગી લીધા પણ ત્યાંથી જરાય મદદ ન આવી. એ તો લોકડાઉનમાં અમારા પાડોશી સારા છે. જેઓએ અમને મદદ કરી છે.નહીંતર તો અમારે જીવતે જીવ મરવાનો વારો આવે. હુ તો કહુ છું કે અમારા બધા પાડોશીઓનું ભગવાન સારૂ કરે. સગા-સબંધી કરતા તો પાડોશી સારા છે ખેર જવાદો આ બધી વાતો, આવૂ બધુ ચાલતુ રહેતુ હોય છે.

મારી આત્મહત્યા પાછળ કોઈ જવાબદાર નથી હું મારૂ કારખાનું બંધ થઈ ગયુ છે અને પછી હું જયાં કામ કરતો હતો ત્યાં પણ ધંધો ચાલતો નથી. તેથી હું આર્થિક ભીંસમાં આવી ગયો છું. તેથી હું આત્મહત્યા કરૂ છુ મારા મોતનો હું જવાબદાર મારા ગયા પછી પાછળથી કોઈને હેરાન કરવા નહિં.

પોતાનું કારખાનું બંધ કરી બીજાનાં કારખાનામાં નોકરી કરી, ત્યાં પણ રજા પડી ગઈ
મૃતક વિરેન્દ્રભાઈ પરમાર શહેરનાં વિવેકાનંદનગરમાં ઓમ ફર્નીચર નામે નાનુ કારખાનું ધરાવતા હતા. લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઈ જતાં કારખાનું બંધ કરી ગઢડા ખાતે આવેલા ઘરઘંટીના કારખાનામાં કારીગર તરીકે નોકરી કરવા લાગ્યા હતા.

હાલમાં કોરોનાની બીજી લહેરમાં સ્થિતિ ખુબ જ ગંભીર બની છે. જયા નોકરી કરતા ત્યાં પણ કામ ઘટી જતાં કારખાનું ઠપ્પ થઈ ગયુ હતુ. અને વિરેન્દ્રભાઈની નોકરી છુટી ગઈ હતી. તમામ પ્રયાસો બાદ પણ આવકનો કોઈ સ્ત્રોત ન રહેતા તેઓ ભારે આર્થિક ભીંસમાં સપડાઈ ગયા હતા.

ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા લુહાર પરિવારમાં આક્રંદ
વિરેન્દ્રભાઈ પરમાર બે ભાઈઓ અને બે બહેનમાં મોટા હતા. તેમને સંતાનમાં બે દીકરી અને 1 દિકરો છે. આવા કપરા સમયમાં આર્થિક ભીંસથી વિરેન્દ્રભાઈએ આવુ કલ્પનીય પગલુ ભરી લેવા લુહાર પરિવારમાં આક્રંદ છવાયો છે.


Related News

Loading...
Advertisement