બેદરકાર લોકો નહીં સુધરે : રાત્રી કફર્યુમાં બિન જરૂરી બહાર નિકળેલા 122 સામે ગુનો નોંધાયો

20 April 2021 07:07 AM
Rajkot Crime
  • બેદરકાર લોકો નહીં સુધરે : રાત્રી કફર્યુમાં બિન જરૂરી બહાર નિકળેલા 122 સામે ગુનો નોંધાયો

માસ્ક ન પહેરી દંડ ન ભરનાર, રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડનાર, ટ્રીપલ સવારીમાં નિકળેલા લોકો સહિત 81 સામે પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. 19 : શહેરમાં રાત્રીના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કફર્યુની અમલવારી કરાવવામાં આવે છે ઠેક-ઠેકાણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. પોલીસ દ્વારા અનેક વખત અપીલ કરાઇ છે કે કોરોના મહામારીમાં લોકો પોતાની સુરક્ષા માટે ઘરમાં જ રહે પરંતુ અમુક બેદરકાર લોકો સુધરવાનું નામ નથી લેતા. ગઇકાલે રાત્રે કફર્યુ ભંગ કરી બિન જરુરી બહાર નીકળેલા 122 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉપરાંત દુકાનોમાં સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર, માસ્ક ન પહેરી દંડ ન ભરનાર, ટ્રીપલ સવારી બાઇક પર નીકળેલા લોકો, રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડનાર રીક્ષા ચાલકો સહીત 81 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ઉપરાંત જાહેરનામા ભંગના કુલ 176 ગુના નોંધાયા હતા. આ તમામ થઇ ગઇકાલે 106 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જયારે અમુકને નોટીસ પાઠવી કોર્ટ કહે ત્યારે હાજર થવા કહેવાયુ હતુ. કોરોનાના કેસો વધી રહયા છે ત્યારે લોકો નીયમોનું પાલન કરે તે ખુબ જરુરી બની ગયુ છે. પોલીસે નીયમોનું પાલન કરી સહકાર આપવા શહેરીજનોને અપીલ કરી છે.

હોમ કવોરન્ટાઇન ભંગ કરતા પાંચ સામે ગુનો
હાલ રાજકોટમાં માઇક્રો કન્ટેનમેન્ટ અને કન્ટેસતત હોમ કવોરન્ટાઇન થયેલા લોકો પર નજર રાખી રહી છે. આવા લોકો જે પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેમને કવોરન્ટાઇન કરવામાં આવે છે. આમાંથી કેટલાક લોકો બેદરકારી દાખવી અન્ય લોકોના જીવને જોખમમાં મુકી હોમ કવોરન્ટાઇન હોવા છતા બહાર નીકળે છે. આવા પાંચ લોકો સામે પોલીસે ગઇકાલે ફરીયાદ દાખલ કરી ગુનો નોંધ્યો હતો.


Related News

Loading...
Advertisement