સફાઈ કામદાર જાગૃતિ મંડળ દ્વારા ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

20 April 2021 07:08 AM
Rajkot
  • સફાઈ કામદાર જાગૃતિ મંડળ દ્વારા ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

રાજકોટ તા.17
ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ નિમિતે સફાઈ કામદાર જાગૃતિ મંડળ તથા યુવા જાગૃતિ મંડળ દ્વારા તા.14ના સિવિલ હોસ્પીટલ ચોક ખાતે સવારે 10 વાગ્યે ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરેલ. આ તકે સફાઈ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઈ બારૈયા, મંત્રી મનસુખભાઈ વાઘેલા, ઉપપ્રમુખ અશોકભાઈ બારૈયા, સહમંત્રી અતુલભાઈ ઝાલા, ખજાનચી સાગરભાઈ વાઘેલા, કાર્યાલય મંત્રી ભાર્ગવભાઈ વાઘેલા તથા યુવા જાગૃતિ મંડળના પ્રમુખ રાજેશભાઈ વાઘેલા, ઉપપ્રમુખ કૌશિક સોઢા તથા રાહુલ બારૈયા, વિમલ વાળોદરા, પ્રકાશ વાઘેલા તથા સમાજના આગેવાન ખીમજીભાઈ જેઠવા, બાવનભાઈ ચુડાસમા, ઈશ્વરભાઈ ઝાલા, દેવજીભાઈ સોઢા, બટુકભાઈ વાઘેલા, શ્યામભાઈ વાઘેલા તથા કિરણભાઈ વાઘેલા હાજર રહ્યા હતા.


Related News

Loading...
Advertisement