પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનો આજે જન્મદિવસ

20 April 2021 07:08 AM
Rajkot
  • પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનો આજે જન્મદિવસ

સંક્રમિત પરિવારોને બંને સમય ટીફીન આપવાનો સંકલ્પ

રાજકોટ તા. 19 : આજરોજ 108ની છાપ ધરાવતા પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનો જન્મદિવસ છે. જામનગર જિલ્લાના કેરાળી ગામે 19 એપ્રિલના રોજ જન્મ થયેલ હતો. 2015માં કોર્પોરેટર તરીકે ચુંટાઇને આવ્યા બાદ અવરીત સેવા ચાલુ રાખી લોકડાઉનમાં ટિફિન સેવા, વિધવા મહિલાઓને કીટ વિતરણ સતત 20 દિવસ આયુર્વેદ ઉકાળો વિતરણ આવા અનેક લોકઉપયોગી કામો કરેલ છે. આજે પણ જન્મદિવસે પોતે સંકલ્પ લીધેલ છે કે આવનાર બે દિવસમાં વોર્ડ 13 માં કોઇ પણ પરીવારના બધા લોકો સંક્રમિત થયા હશે એ લોકોને બંને ટાઇમ ટિફિન સેવા ચાલુ કરવામાં આવશે. જન્મદિવસ નિમિતે લોકો તેમને (મો. 9408094089) શુભેચ્છા આપી રહયા છે.


Related News

Loading...
Advertisement