કેન્દ્ર સરકારે રાજયોને 1 કરોડ 27 લાખથી વધુ વેકસીન મોકલાવી

20 April 2021 07:15 AM
India
  • કેન્દ્ર સરકારે રાજયોને 1 કરોડ 27 લાખથી વધુ વેકસીન મોકલાવી

વેકસીનની અછત વચ્ચે રાહતના સમાચાર

નવી દિલ્હી તા.19
કોરોના વેકસીનના જંગમાં હાલ ભારતના અનેક રાજયો વેકસીનની અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે રાહતના સમાચારો એ આવ્યા છે કે મોદી સરકારે રાજયોને 1 કરોડ 27 લાખથી વધુ રસીના ડોઝ મોકલ્યા છે.

રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં કોવાકસીનના ઉત્પાદનમાં 10 ગણો વધારો કરાશે. આ સિવાય કોવિડ 19 સામે કામ કરતી એન્ટી વાઈરલ દવા, રેમડેસીવીરનું નિર્માણ મે સુધીમાં બે ગણુ થઈને 7.4 મિલિયન થઈ જશે.

રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને કોવિડ 19 વેકસીનની કુલ 13 કરોડ 83 લાખ ડોઝ મળી છે. જેમાંથી 12 કરોડ 56 લાખ ડોઝ અગાઉથી જ મોકલ્યા હતા. (આ આંકડામાં વેસ્ટ થયેલી પણ સામેલ છે.


Related News

Loading...
Advertisement