રેમડેસીવીરના કાળા બજાર કરતા ઝડપાયેલા આરોપી પાસેથી રૂ.15 હજાર કબ્જે કરાયા

20 April 2021 07:16 AM
Rajkot
  • રેમડેસીવીરના કાળા બજાર કરતા ઝડપાયેલા આરોપી પાસેથી રૂ.15 હજાર કબ્જે કરાયા

ઈન્જેક્શન બ્લેક માર્કેટમાં વેચવા નીકળેલા બન્ને આરોપીની રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ

રાજકોટ, તા.19
કોરોનાના કપરા કાળમાં દર્દીઓ માટે અકસીર એવા રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારી કરી ઊંચા ભાવે વેંચતા બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ વી.જે. જાડેજા અને તેની ટીમે ઝડપી લીધા હતા. હાલ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે.

ચારેક ઈન્જેકશન પણ કબ્જે લેવાયા છે. તેમજ રેમડેસીવીર માટે લીધેલા રૂ.15 હજાર કબ્જે લેવાય છે. તેમની પૂછપરછ દરમિયાન પોલીસને અનેક મુદ્દે મહત્વની માહિતી મળે તેમ છે. આરોપી દેવાંગ મેણશી મેર હોમ કેરનો વ્યવસાય કરે છે જ્યારે મુખ્ય આરોપી પરેશ વાજા ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે. હોસ્પિટલના રેકોર્ડમાં છેડછાડ કરી ઈન્જેકશન મેળવ્યા હોવાની શંકા છે જે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

રોકડા રૂપિયા પૈકી પરેશ અરશીભાઇ વાજા પાસેથી રૂ.8000 અને દેવાંગ મેણશીભાઇ મેર પાસેથી રોકડા રૂ.7000 કબ્જે કરાયા છે. બન્ને આરોપીઓ પૈકી કોઇ આરોપી પાસેથી કોઇ વ્યકિતએ મજબુરીવશ બજાર કિંમત કરતા વધુ કિંમતે ઈન્જેકશન ખરીદ કરી ભોગ બનેલ હોય તો ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement