યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ સહિત 17 કર્મચારીઓને કોરોના પોઝિટીવ

20 April 2021 07:17 AM
Rajkot
  • યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ સહિત 17 કર્મચારીઓને કોરોના પોઝિટીવ

સેફ રાજકોટ ની એપ ડાઉનલોડ કરતી પોલીસ સંક્રમિતોના મોબાઇલ ચેક કરવા જતા સંક્રમણ થયું હોવાનું જણાયું છે

રાજકોટ, તા. 19
રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન કોરોનાની ઝપેટમાં આવ્યું છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 17 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં પીઆઇ અજીતસિંહ ચાવડા, 2 પીએસઆઇ સહિત 17 પોલીસકર્મીને કોરોના પોઝિટીવ આવ્યા છે. કોરોના સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇન થતા દર્દીઓ ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા સેફ રાજકોટ નામની મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જેની કામગીરી લાગતા વળતા વિસ્તારના પોલીસમથકનો સ્ટાફ કરી રહી છે. હોમ ક્વોરન્ટાઇન દર્દીઓના મોબાઇલમાં એપ ડાઉનલોડ કરી આપ્યા બાદ તે એપના માધ્યમથી હોમ ક્વોરન્ટાઇન દર્દીને તપાસવાની જે તે વિસ્તારની પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે.જે કામગીરીને કારણે શહેર પોલીસના અધિકારી સહિતના કર્મચારીઓ પણ હવે સંક્રમિત થઇ રહ્યા છે.જોકે હોમ ક્વોરન્ટાઇન થયેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની તબિયત ચિંતાજનક નહીં હોવાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement