દેશમાં સૌથી મોટી ફર્ટીલાઈઝર કંપનીના સવાસો કર્મચારીઓ કોરોના પોઝીટીવ

20 April 2021 07:22 AM
India
  • દેશમાં સૌથી મોટી ફર્ટીલાઈઝર કંપનીના સવાસો કર્મચારીઓ કોરોના પોઝીટીવ

એક મહિલા સહિત બે કર્મચારીના કોરોનાથી મોત: યારા ફર્ટીલાઈઝર બબરાલાની ઘટના

નવી દિલ્હી તા.19
દેશની સૌથી મોટી ફર્ટીલાઈઝર કંપની યારા ફર્ટીલાઈઝર બબરાલામાં કોરોના સંક્રમણની હાલત ગંભીર બની ગઈ છે. કંપનીના સવાસો કર્મચારીઓમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે, જયારે એક યુવતી સહીત બે લોકોના કોરાનાથી મૃત્યુ નિપજયા છે. 10 દિવસ પહેલા યારા ફર્ટીલાઈઝર બબરાલાના એક કર્મચારીની તપાસ થઈ તો તેનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. બાદમાં કંપનીએ બધા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં કંપનીના કર્મચારીઓમાં મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાયાનું જાહેર થયું હતું. અત્યાર સુધીની તપાસમાં સવાસો કર્મીઓ સંક્રમીત થયાનું જાહેર થયું છે.


Related News

Loading...
Advertisement