50 તલાટીઓ કોરોનાની ચપેટમાં

20 April 2021 07:24 AM
Rajkot
  • 50 તલાટીઓ કોરોનાની ચપેટમાં

રાજકોટ તાલુકાના 2 તલાટી મંત્રીનું કોરોનાથી મોત

રાજકોટ તા. 19
પંચાયત વીભાગના તલાટી મંત્રીઓ સતત કોરોનાની કામગીરી કરી રહયા છે. સાથે જ દરેક ગ્રામજનોને અતી આવશ્યક અને ઇમરજન્સી સીવાય ગ્રામ પંચાયત ખાતે અને તાલુકા પંચાયત ખાતે ઇમરજન્સી કામગીરી સીવાય ન આવવા તમામ તલાટી મંત્રીઓએ અપીલ કરી છે.

આ ઉપરાંત તમામ કામગીરી વોટસઅપ મારફત કરવા કહયુ છે. તાલુકા વાઇઝ જોઇએ તો 50 જેટલા તલાટી મંત્રીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાં રાજકોટ તાલુકાના 14, વીંછીયાના 8, લોધીકાના 4, જામ કંડોરણાના 4, જસદણના 3, ગોંડલના 5, કોટડા સાંગાણીના 3, પડધરીના 3, જેતપુરના 1, ધોરાજીના 4, ઉપલેટાના 1 સહીત કુલ 50 તલાટી મંત્રી કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમજ બે તલાટી મંત્રી કોરોનાનો ભોગ બની ચુકયા છે.

કોરોનાએ સર્વત્ર હાહાકાર મચાવ્યો છે જેનો શિકાર 50 તલાટી મંત્રી પણ બની ગયા છે. અને અંજુબેન શર્મા, રામ સમઢીયાળા ગ્રામ પંચાયત અને જયેશ ડાભી ખોખડદડ ગ્રામ પંચાયનું કોરોનાથી અવસાન થયુ છે. રાજકોટ જીલ્લા તલાટી મંડળ તથા રાજકોટ જીલ્લાના તલાટી મંત્રીએ અશ્રુભીની શ્રધ્ધાંજલી આપી છે.


Related News

Loading...
Advertisement