ઇફકો કલોલમાં ઓકસીજન પ્લાન્ટ સ્થાપશે : હોસ્પિટલોને ફ્રીમાં આપશે

20 April 2021 07:29 AM
Ahmedabad Gujarat
  • ઇફકો કલોલમાં ઓકસીજન પ્લાન્ટ સ્થાપશે : હોસ્પિટલોને ફ્રીમાં આપશે

200 કયુબેક એમટીઆર કલાકની ક્ષમતાવાળો પ્લાન્ટ સ્થાપવાની વાઇસ ચેરમેનની જાહેરાત

ગાંધીનગર, તા. 19
સમગ્ર રાજયમાં કોરોના વાયરસની મહામારીમાં દરેક હોસ્પિટલોમાં ઓકસીજનની વધતી જતી માંગને પહોંચી વળવા ઇફકો કલોલ સ્થિત એકમમાં ઓકસીજન પ્લાન્ટ સ્થાયી હોસ્પિટલોને વિનામૂલ્યે ઓકસીજન પુરો પાડવા વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ જાહેરાત કરી છે. ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે કલોક સ્થિત એકમમાં 200 એમટીઆર કલાકની ક્ષમતાવાળો પ્લાન્ટ સ્થાયી 700 અને 300 ડી ટાઇપના સીલીન્ડર ભરી આપશે. સીલીન્ડર લઇ આવનારને જ ઓકસીજન ભરી આપવામાં આવશે 46.7 લીટરનો એક સીલીન્ડર હશે. ઇફકો માત્ર હોસ્પિટલોને જ સીલીન્ડર ભરી આપશે.


Related News

Loading...
Advertisement