એસ.કે. ચોકના વેપારીઓ અર્ધો દિવસ જ દુકાનો ખોલશે

20 April 2021 07:30 AM
Rajkot
  • એસ.કે. ચોકના વેપારીઓ અર્ધો દિવસ જ દુકાનો ખોલશે

રાજકોટ : શહેરમાં કોરોના કેસો વધી રહયા છે ત્યારે તેના નિયંત્રણ માટે પોલીસ સતત સક્રીય છે. ગાંધીગ્રામ પીઆઇ ખુમાનસિંહ વાળાએ પોલીસ મથક ખાતે એસકે ચોકના વેપારી સંગઠનના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં વેપારીઓએ સ્વૈચ્છીક નીર્ણય લીધો હતો કે આજથી તા. ર6 એપ્રિલ ર0ર1 સુધી દરરોજ એસકે ચોક બજારની તમામ દુકાનો બપોરે બે વાગ્યા બાદ બંધ પાળશે. વેપારીઓએ સ્વૈચ્છિક બંધમાં જોડાવવા અપીલ કરાઇ છે.


Related News

Loading...
Advertisement