સનદી અધિકારી નલિન ઉપાધ્યાય કોરોના પોઝીટીવ

20 April 2021 07:31 AM
Ahmedabad Gujarat
  • સનદી અધિકારી નલિન  ઉપાધ્યાય કોરોના પોઝીટીવ

ગાંધીનગર, તા. 19
સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આજે રાજ્ય સરકારના વધુ 2 સનદી અધિકારીઓ (આઈએએસ) અધિકારી અને તેમનો પરિવાર કોરોના સંક્રમિત થયા ના અહેવાલ છે.જેના કારણે રાજ્યના વહીવટી તંત્ર માં ચિંતા ઊભી થઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના સરકારના સહકાર વિભાગમાં ફરજ બજાવતા સચિવ કક્ષાના (સનદી અધિકારી) નલિન ઉપાધ્યાય સંક્રમિત થયા છે. જો કે હાલ તેઓ હોમ કવોરન્ટાઇન થયા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ નલિન ઉપાધ્યાયના પત્ની અને પુત્ર પણ સંક્રમિત થયા હતા. પરંતુ નલીન ઉપાધ્યાય ની તબિયત હાલ સ્વસ્થ છે અને તેઓ પોતાના સત્તાવાર નિવાસસ્થાને હોમ ક્વોરન્ટાઈન થયા હોવાના અહેવાલ છે.


Related News

Loading...
Advertisement