રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં આજે 3589 રેમડેસિવિર ફાળવતું તંત્ર

20 April 2021 07:33 AM
Rajkot
  • રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં આજે 3589 રેમડેસિવિર ફાળવતું તંત્ર

સવારે 8 થી 10 વચ્ચેના સમયગાળા દરમ્યાન હોસ્પિટલોને ફાળવેલા ઇન્જેકશનો લઇ જવાની સુચના

રાજકોટ તા. 19 :
રાજકોટ શહેરમાં કોરોના સારવાર કરતી 37 જેટલી ખાનગી હોસ્પિટલોને દાખલ દર્દીઓની સારવાર માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા 3પ89 જેટલા રેમડેસિવર ઇન્જેકશન ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણ અને ગંભીર કોરોના દર્દીઓને રેમડેસિવર ઇન્જેકશનના 6 ડોઝ આપવાના હોય છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ કોરોના દર્દીઓની સંખ્યા કરતા ત્રણ ગણા રેમડેસિવર ઇન્જેકશનો ફાળવવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલના તબિબો દ્વારા કયા દર્દીને રેમડેસિવર કેટલા આપ્યા ? તેની તમામ વિગતો સાથેનું રજીસ્ટર નિભાવવાનું ફરજીયાત છે. રાજય સરકાર દ્વારા દરરોજ રેમડેસિવરનો જથ્થો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને મોકલવામાં આવે છે.

કોઇપણ દર્દીને જરૂરીયાત મુજબનો જથ્થો મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.દરમ્યાન આજે રાજકોટ શહેરની 37 જેટલી ખાનગી હોસ્પિટલોને 3589 જેટલા ઇન્જેકશનો આપવામાં આવ્યા છે અને દાખલ દર્દીઓને રઝળપાટ કરવી પડે નહિ અને જરૂરીયાતવાળા તમામ દર્દીઓને રેમડેસિવર ઇન્જેકશન મળી રહે તે માટે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા કરતા ત્રણ ગણી માત્રામાં રેમડેસિવર ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.


Related News

Loading...
Advertisement