કોરોનાનો કહેર યથાવત : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11000થી વધુ કેસ : 117 દર્દીઓના મૃત્યુ

20 April 2021 09:40 AM
Gujarat
  • કોરોનાનો કહેર યથાવત : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11000થી વધુ કેસ : 117 દર્દીઓના મૃત્યુ

વધુ 4179 દર્દીઓ સાજા થયા થયા, કુલ સંક્રમિતોની સંખ્યા 4.15 લાખને પાર : એક્ટિવ કેસ વધીને 68000 થયા : સતત ઘટતો રિકવરી રેટ 82 ટકા થયો

રાજકોટઃ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખાતરનાક બની છે. વાઈરસનો કહેર યથાવત છે. આજે રાજ્યમાં 11000થી વધુ કેસ નોંધાયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 4.15 લાખને પાર થઈ ગઈ છે. એક્ટિવ કેસ વધીને 68754 થયા છે. સતત ઘટતો રિકવરી રેટ 82.15 ટકા થયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 11403 કેસો નોંધાયા છે અને 117 દર્દીઓના મૃત્યુ થયા છે જ્યારે 4179 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં કુલ 341 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 68413 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 5494 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 415964 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 4258, સુરત 2363, રાજકોટ 761, વડોદરા 615, મહેસાણા 418, જામનગર 389, ગાંધીનગર 239, ભાવનગર 215, બનાસકાંઠા 195, ભરૂચ 169, પાટણ 145, કચ્છ 124, જુનાગઢ 120, તાપી 109, દાહોદ 105, આણંદ 99, સુરેન્દ્રનગર 98, સાબરકાંઠા 94, અમરેલી 93, ખેડા 91, નવસારી 87, નર્મદા 84, મહિસાગર 75, વલસાડ 71, પંચમહાલ 67, બોટાદ 57, ગીર સોમનાથ 53, અવરલ્લી 52, મોરબી 51, દેવભૂમિ દ્વારકા 38, પોરબંદર 33, છોટા ઉદેપુર 25, ડાંગ 10.


Related News

Loading...
Advertisement