ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે તત્કાલ 150 એમ્બ્યુલન્સ ખરીદવા ઓર્ડર અપાયો

20 April 2021 10:12 AM
Government Gujarat
  • ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે તત્કાલ 150 એમ્બ્યુલન્સ ખરીદવા ઓર્ડર અપાયો
  • ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે તત્કાલ 150 એમ્બ્યુલન્સ ખરીદવા ઓર્ડર અપાયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કંપની સાથે પરામર્શ કરીને અઠવાડિયામાં જ નવી એમ્બ્યુલન્સો પુરી પાડવા તાકીદ કરી

રાજકોટઃ
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે તત્કાલ 150 એમ્બ્યુલન્સ ખરીદવા ઓર્ડર અપાયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કંપની સાથે પરામર્શ કરીને અઠવાડિયામાં જ નવી એમ્બ્યુલન્સો પુરી પાડવા તાકીદ કરી છે.

સરકાર તરફથી જણાવાયું છે કે, કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં જ નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં જોડાઇ જાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

આજે કોર કમિટીની મિટિંગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 150 નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક લેવાનો નિર્ણય કર્યો હતો.


Related News

Loading...
Advertisement